મારો અવાજ,
લાંઘણજ પોલીસ સ્ટેશનના ગોઝારીયા રેલવે સ્ટેશન નજીક જુગાર રમતા ઈસમોને કુલ મુદ્દામાલ રૂપિયા 41, 470 સાથે પકડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લાંઘણજ પોલીસ..
પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી મહેસાણાએ પ્રોહી જુગારની પ્રવૃત્તિ આચરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લામાં સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ છે. તથા પોલીસ અધિક્ષક આઈ આર દેસાઈ મહેસાણા વિભાગની સૂચના અને માર્ગદર્શન મુજબ એસ. બી. ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફના હેડ. કો. પરેશ કુમાર લવજીભાઈ, પો. કો. વિજયસિંહ બાદલજી, પો. કો. રણજીતસિંહ પરબતસિંહ, પો. કો. ફુલાભાઇ શાહરભાઈ, તથા નરેન્દ્રસિંહ કલ્યાણસિંહ પોલીસ સ્ટાફ સાથે લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગોજારિયા ગામે આવતા પો. કો. નરેન્દ્રસિંહ તથા વિજયસિંહે ખાનગી બાતમીને આધારે ગોઝારીયા રેલવે સ્ટેશન નજીક ખુલ્લામાં રેઈડ કરી ચાર ઈસમોને જુગારના સાધન સાહિત્ય અને મુદ્દામાલ સાથે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી. જેમાં પકડાયેલ આરોપીઓમાં પટેલ બિપિન બાબુલાલ, પટેલ દિપક કાલિદાસ, દેવડા ગિરીશ અમરતજી, તથા રાવળ બાબુભાઇ ચતુરભાઈને ગંજી પાના નંગ 52, 11470 રોકડ, મોબાઈલ ફોન નઁગ 3, રૂપિયા 15000, એક મોટર સાઇકલ રૂપિયા 15000 મળીને કુલ મુદ્દામાલ 41470 જપ્ત કર્યા. આમ લાંઘણજ પોલીસે જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ.