વિસનગર શહેર પોલીસે આઇ.ટી.આઇ ચોકડી પર નાકાબંધી દરમિયાન સ્કોર્પિયો તેમજ સ્વિફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જેમાં પોલીસે બંને અલગ અલગ ગાડીમાંથી મળી વિદેશી દારૂની કુલ બોટલ નંગ 2676 કિંમત રૂ. 3,10,595 સહિત રૂ. 13,10,595નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી.
વિસનગર શહેર પોલીસે આઇ.ટી.આઇ ચોકડી પર નાકાબંધી દરમિયાન સ્કોર્પિયો તેમજ સ્વિફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જેમાં પોલીસે બંને અલગ અલગ ગાડીમાંથી મળી વિદેશી દારૂની કુલ બોટલ નંગ 2676 કિંમત રૂ. 3,10,595 સહિત રૂ. 13,10,595નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગર નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણની સૂચનાથી ઊંઝા લૂંટના બનાવ અનુસંધાને પી.એસ.આઇ બી.વી. ભગોરા, એ.એસ.આઇ બળવંતસિંહ, અ.પો.કો. રાજુભાઈ, મહેશકુમાર કલ્પેશકુમાર, સહિત શહેર પોલીસ સ્ટેશન સ્ટાફ વિસનગર આઇ.ટી.આઇ ચોકડી પર નાકાબંધીમાં હતો. તે દરમિયાન વડનગર ખેરાલુ તરફના રોડ પર સ્કોર્પિયો ગાડી આવતા શંકાસ્પદ લાગતા ઈશારો કરતા ગાડી ઊભી ન રાખતા પીછો કરતા રેલવે ફાટક પાસે ગાડી ઉભી રખાવી હતી. અંધારાનો લાભ લઈ ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્કોર્પિયો ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ 1632 કિંમત રૂ. 1,87,656નો દારૂ, સ્કોર્પિયો ગાડી કિંમત રૂ. 6,00,000 મળી કુલ રૂ. 7,87,656નો મુદ્દામાલ કબજે લઇ ફરાર ગાડી ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજી તરફ વડનગર ખેરાલુ તરફથી સ્વિફ્ટ ગાડી આવતા જે શંકાસ્પદ લાગતા ઈશારો કરતા ગાડી ઉભી ન રાખતા પીછો કરી ગાડીને ઝડપી લીધી હતી. જેમાં અંધારા તેમજ ટ્રાફિકનો લાભ લઇ ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. જેમાં પોલીસે સ્વિફ્ટ ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 1044 કિંમત રૂ. 1,22,939 સહિત સ્વીફ્ટ ગાડી કિંમત રૂ. 4,00,000 મળી કુલ રૂ. 5,22,939 નો મુદ્દામાલ કબજે લઇ ફરાર અજાણ્યા ગાડી ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.