બ્રેકીંગ:વડનગરની ઘટના…”કેમ તું પોલીસ થઈને દાદાગીરી કરે છે “તેવું કહી 4 શખ્સે પોલીસ કર્મીને ઢીબી નાખ્યો..
ખેરાલુ તાલુકાના અંબાવાડા ગામના જીતાજી વરસંગજી ઠાકોર કે જેઓ ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટમાં SRP ગુપ -1માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલમાં કમળાની અસર હોઈ તેઓ રજા પર છે. તેઓ ગઈ રાત્રે તેમના જ ગામના પ્રજાપતિ દીક્ષિત નટુભાઈ તથા પ્રજાપતિ ચિરાગ દશરથભાઈ અને ફરિયાદીનો ભાણો નવઘણજી રણજીતજી ઠાકોર તે બધા વડનગર તાલુકાના શેખપુર હાઇવે પર આવેલ હોટલ” ફોર ફોર્ટી “માં જમવા ગયેલા. જમ્યા બાદ હોટલની બહાર આવેલ પાર્લર પર ઉભા હતા તે સમયે અચાનક જ ઠાકોર કમલેશજી મથુરજી છાબલીયા, વિક્રમજી ભરતજી, સુલતાનપુર, નરેશજી ભરતજી, સુલતાનપુર, કનુજી રજુજી સુલીપુર વાળાઓ પાર્લર પર આવીને જુના ઝગડાની અદાવત રાખી ઠાકોર કમલેશજી જીતાજી ઠાકોરને કહેવા લાગ્યા કે “કેમ તું પોલીસ થઈને દાદાગીરી કરે છે “તેવું કહી ઝગડો કરેલ. વિક્રમજીએ હાથમાં ધોકો લઈ તેઓને માથામાં મારેલ. સાથે તેમના મિત્રો પણ આવેલ. ગાળા -ગાળી કરી ગડદાપાટુનો માર મારેલ. જીતાજીના સાથે રહેલ તેમનો ભાણો તેમજ અન્ય મિત્રોએ તેમને છોડાવેલ.
ફરિયાદી જીતાજીએ જણાવેલ કે ચારેય ઈસમોએ ધમકી આપેલ કે આજે તું બચી ગયો પણ ફરીથી ભેગો થયો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. ફરિયાદીએ 108 બોલાવીને તેમને ખેરાલુ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાથી વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ. જીતાજી ઠાકોરે 4 ઈસમો વિરૂધ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ…