CBSE ધો. 10-12 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં 10 બોર્ડમાં 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા, 12th બોર્ડમાં છોકરીઓએ બાજી મારી; 87.33% પરિણામ
CBSE ધો.10 બોર્ડનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. CBSE ધો.10 બોર્ડમાં 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જોઈ શકે છે. CBSE ધોરણ 10મી બોર્ડ પરીક્ષા 2023 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે 21,86,940 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જ્યારે 16 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
શુક્રવારે CBSE ધો. 10 બોર્ડેનું પરિણામ જાહેર થયું હતું. CBSE ધો. 10માં 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE ધો. 10ના પરિણામમાં પણ છોકરાઓ કરતાં છોકરીઓએ બાજી મારી છે. ધો.10માં 94.25% છોકરીઓ, તો 92.72% છોકરાઓ પાસ થયા છે.
CBSE એ 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે પરિણામ જાહેર કરતા બોર્ડે જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષામાં બેઠેલા 87.33% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
CBSE એ 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે પરિણામ જાહેર કરતા બોર્ડે જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષામાં બેઠેલા 87.33% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
CBSE એ નિર્ણય લીધો છે કે આ વર્ષે તે પરિણામ સાથે વિદ્યાર્થીઓના પ્રથમ, બીજા અને ત્રીજા વિભાગની માહિતી આપશે નહીં. વિદ્યાર્થીઓને બિનજરૂરી સ્પર્ધાથી બચાવવા માટે આ વર્ષે મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું નથી. ત્રિવેન્દ્રમ પ્રદેશ 99.91 પાસ ટકાવારી સાથે ટોચ પર છે. જેમાં 84.67% છોકરાઓ અને 90.68% છોકરીઓ પાસ થયાં છે. છોકરીઓએ છોકરાઓને 6.01% કરતાં પાછળ રાખી દીધા. વિદ્યાર્થીઓ મોબાઈલ એપ ઉમંગ, ડિજીલોકર અને બોર્ડની વેબસાઈટ પર તેમનું પરિણામ જોઈ શકે છે