મહેસાણાના ગોઝારીયામાં વર્ષ 2019માં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટ
મહેસાણા જિલ્લાના ગોઝારીયામાં નજીક 14 વર્ષની સગીરાને લાલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઇરાદે ભગાડી ગયેલા યુવકે સગીરા પર 2019ની સલમા મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોકસો કોર્ટ આરોપીને આજે 20 વર્ષની સજા તેમજ દંડ ફટકારવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લાના એક ગામની 14 વર્ષની સગીરાને 2019ની સાલમાં આરોપી ભગાડી ગયો હતો.અને અલગ અલગ સ્થળે સગીરાને ફેરવ્યા બાદ સગીરાને ગોઝારીયામાં ખાતે લઇ ગયો. જ્યાં એક મહિલાએ આરોપી અને સગીરાને ખેતરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.જ્યાં ખેતરની ઓરડીમાં આરોપી સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર કરતો હતો.
સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ સરકારી વકીલ હસમતીબેન મોદીએ આ કેસમાં 17 દસ્તાવેજ પુરાવા અને 17 સાહેદોતપાસી કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટ આરોપીને તકસીર વાર ઠેરવી 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 35,000 દંડ તેમજ ભોગ બનનારને રૂપિયા 3 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.