જીપેરી-જીટીયુમાં અભ્યાસ કરતા ICCR ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શુક્રવારના રોજ ગુજરાતમાં પાટણ અને મહેસાણા જિલ્લામાં સ્થિત ઐતિહાસિક સાઇટની મુલાકાત પર એક દિવસીય પ્રવાસનું આયોજન કર્યું હતું.
જેમાં મોઢેરા ખાતે સૂર્ય મંદિર, પાટણ ખાતે રાણી કી વાવ અને સિદ્ધપુર ખાતે બિંદુ સરોવર મ્યુઝિયમ જેવા ઐતિહાસિક સ્થળોની ICCR ના 27 વિદ્યાર્થીઓ અને 5 ફેકલ્ટીએ મુલાકાત લીધી હતી. આ પ્રવાસ માં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ભારતીય સ્થાપત્યના અજાયબીઓ સાથે ફોટા પાડી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
જીપેરી દ્વારા પ્રિન્સિપાલ ડો. ચિરાગ વિભાકરના માર્ગદર્શન અને પ્રો. ડો. રિતેશ પટેલ ના સંચાલન હેઠળ પ્રો. જોસેફ, પ્રો. લવ, પ્રો વિશાલ અને પ્રો. શિલ્પા ના સહયોગ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે આ અનોખી પહેલ છે.