60 લાખમાં બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકામાં ઘૂસાડવાનો વિશ્વાસ અપાવ્યો હતો.છેલ્લા 5 વર્ષથી કેનેડામાં રહેતા સચિન વિહોલે ટેક્સી મારફતે અમેરિકામાં ઘૂસાડવાનું સેટિંગ કર્યું હતું.ફરિયાદીનો આરોપ હતો કે પરિવારને ટેક્સીની જગ્યાએ હોડીમાં બેસાડ્યો હતો. એજન્ટોએ ખરાબ વાતાવરણમાં બળજબરી હોડીમાં બેસાડીને બોર્ડર ક્રોસ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
કેનેડાથી(Canada) ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસણખોરી દરમિયાન મહેસાણાના(Mehsana) ચાર લોકોનાં મોત મુદ્દે એજન્ટ સામે પોલીસે લુકઆઉટ નોટિસ(Look Out Notice) જાહેર કરી છે.વડાસણ ગામના મુખ્ય એજન્ટ સચિન વિહોલ સામે લુકાઆઉટ નોટિસ જાહેર કરી છે..સાથે જ પોલીસે સ્થાનિક બે એજન્ટોની વિભાગીય ઓફિસથી પાસપોર્ટની વિગતો મંગાવી છે. મહત્વનું છે કે વડાસણના નિકુલજી વિહોલ, સચિન વિહોલ અને દઢીયાળના અર્જુનસિંહ ચાવડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાાઈ હતી..ત્રણેય એજન્ટોએ ફરિયાદી અશ્વિન ચૌધરી પાસેથી રૂપિયા 60 લાખ લીધા હતા
60 લાખમાં બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકામાં ઘૂસાડવાનો વિશ્વાસ અપાવ્યો હતો.છેલ્લા 5 વર્ષથી કેનેડામાં રહેતા સચિન વિહોલે ટેક્સી મારફતે અમેરિકામાં ઘૂસાડવાનું સેટિંગ કર્યું હતું.ફરિયાદીનો આરોપ હતો કે પરિવારને ટેક્સીની જગ્યાએ હોડીમાં બેસાડ્યો હતો. એજન્ટોએ ખરાબ વાતાવરણમાં બળજબરી હોડીમાં બેસાડીને બોર્ડર ક્રોસ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન હોડી ઊંધી પડી જતાં ફરિયાદીના ભાઈ સહિત પરિવારના 4 સભ્યો મોતને ભેટ્યા હતા