ગુજરાત પાવર એન્જીનીયરીંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ, મહેસાણા (GPERI-GTU), *વોટર મેનેજમેન્ટ ફોરમ* (WMF), અમદાવાદ અને *ધ ઈન્સ્ટીટ્યુશન ઓફ એન્જીનીયર્સ* (ઈન્ડિયા)-ગુજરાત સ્ટેટ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે 18મી મે, 2023, ગુરુવારના રોજ કોલેજ કેમ્પસ ખાતે *”HEALING OUR ENVIRONMENT”* વિષય પર સેમિનાર અને *”SAVE WATER”* વિષય ઉપર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
*શ્રીમાન. લોકેન્દ્ર બાલાસરિયા* કે જેઓ આર્કિટેક્ટ, અર્બન પ્લાનર અને ઇકોલોજિસ્ટ છે તેમને આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. *Er. વિજય સોલંકી*, ડેપ્યુટી ડાયરેક્ટર, WMF-IEI અને *Er. કે. આર. પટેલ*, WMF પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સ્પીકરે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને પર્યાવરણ, તેના વર્તમાન મુદ્દાઓ જેવા કે પ્રદૂષણ અને અન્ય પડકારો વિશે લોકોએ જે પગલાં લેવા જોઈએ તે વિશે સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ ખૂબ જ માહિતીપ્રદ અને ફળદાયી રહ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન *પ્રો. રસિક મકવાણા*, સિવિલ વિભાગ, *પ્રો. સદાનંદ સાહુ*, સિવિલ વિભાગના વડા અને *Er. વિજય સોલંકી*, નાયબ નિયામક, WMF-IEI દ્વારા જીપેરી કોલેજના આચાર્ય શ્રી *ડૉ. ચિરાગ વિભાકર* ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.