જીપેરી-જીટીયુ મહેસાણા માં અભ્યાસ કરતા 9 વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ તરફથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ,પ્રભાસ પાટણ માં G20 અંતર્ગત આયોજીત શિબિરમાં ભાગ લીધો હતો.
જેમાં ડાન્સમાં જીત પટેલ, દ્રષ્ટિ પટેેલ, ડ્રામામાં જપન મહેતા, તીર્થ પટેલ, હર્ષિલ પટેલ અને પર્સનાલિટી ડેવલપમેન્ટમાં શ્રેયા ગજ્જર, વીધી પટેલ, અસીમ પંડયા સિલેક્શન પામ્યા હતા. જીપેરી-જીટીયુ માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ હોવાથી સંસ્થાના આચાર્યશ્રી ડો. ચિરાગ વિભાકર, G20 ના સંસ્થાના નોડલ ઓફિસર ડો. વિવેક પટેલ અને રમતગમત પ્રશિક્ષક ડો. સાધુ નરહરી પ્રસાદ એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.