મારો અવાજ,
અંબાજી નજીક આવેલા મચકોડા ગામે એક મહિલા ની લાશ મળી આવી છે. મચકોડાની નદી મા મહિલાની લાશ મળી આવતા લોકો મા ચકચાર મચી ગઈ હતી. મહિલા નું મર્ડર કરીને લાશ નદીમાં દાટી હોવાની વાતો સામે આવી રહી છે. ત્યારે મહિલાનું નામ અપૂર્ણિ બેન ચંદુભાઈ રોઈસા જાણવા મળી રહ્યું છે. પોલીસે લાશ કબજે કરી પીએમ માટે માકડી મોકલી આપી છે .ત્યારે હડાદ પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. મચકોડા નદી મા મહિલા ની લાશ દાટી હોવાની વાતો સામે આવતા મોટી સંખ્યામા લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
હડાદ ના મચકોડા ગામે નદીમાં મહિલા ની લાશ ને બહાર કાઢવી પી એમ માટે માકડી મોકલી આપી હતી. મહિલા મચકોડા ની રહેવાસી છે. અને તે બે ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી હતી. ગઈકાલે સાંજે મચકોડા ની નદી મા શ્વાન દ્વારા ગંધને લઈ લાશ ની ખેંચતાન કરતા લાશ બહાર દેખાઈ આવતા લોકોને જાણ થઈ હતી. અને પોલીસને જાણ કરાતા હડાદ પોલીસ ઘટના સ્થળે આવી હતી. સમગ્ર ઘટનામા મહિલા નુ મર્ડર કરી મચકોડા ની નદીમાં દાટી દેવાનું પ્રાથમિક તપાસે બહાર આવ્યું છે. જિલ્લા dysp તેમજ જિલ્લા એલ.સી.બી.ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અહેવાલ:
અરવિંદ અગ્રવાલ અંબાજી