સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનુન લાગુ કરવામાં આવે તેવા ઉદ્દેશથી સ્થાપિત સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની ધાનેરા ખાતે શિવ ડાઇનિંગ હોલમાં ધાનેરા તાલુકાના તમામ પત્રકારોની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવાડિયાના બેનર નીચે ગુજરાત પ્રભારી બાબુભાઈ ચૌધરી, ગુજરાત મહામંત્રી રેણુભા વાઘેલા તથા ગુજરાત મંત્રી રામજીભાઈ રાજગોરે ઉપસ્થિત રહી ધાનેરા તાલુકાના તમામ પત્રકારોને માર્ગદર્શન આપ્યું હતું પત્રકારો પર થતા હુમલા તેમજ ખોટી રીતે હેરાન કરવાના બનાવો દિવસે વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઇ સમિતિ દ્વારા પત્રકાર સુરક્ષા કાનૂન યોજના લાગુ થાય તે બાબતનુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ સમિતિ દ્વારા ગુજરાતના 20 રાજ્યમાં કામગીરી ચાલી રહી છે આજ દિન સુધી 25000 જેટલા પત્રકારો સદસ્ય બની ચૂક્યા છે અત્યારે ત્રણ રાજ્યમાં આની કામગીરી ચાલુ થઈ રહી છે જેમાં છત્તીસગઢ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સુરક્ષા કાનૂન લાગુ કરવામાં આવે તેવી સરકાર સાથે પણ વાતચીત કરવામાં આવી છે.ધાનેરા તાલુકાના તમામ પત્રકારો,તંત્રીઓ તેમજ ચેનલના રિપોર્ટરો અને માલિકો હાજર રહ્યા હતા અને ધાનેરામાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં ધાનેરા તાલુકાના પત્રકાર સમિતિના નવિન પ્રમુખ તરીકે રાજનભાઈ ચૌધરી અને મંત્રી તરીકે ધીરજભાઈ પરમારની જયારે ઉપ પ્રમુખ તરીકે રાજેશભાઈ ચૌહાણ, સુરેશભાઈ ગલચર, નજીરભાઈ શેખની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી, કાર્યક્રમના અંતે સર્વે પત્રકાર મિત્રોએ સાથે ભોજન લીધું હતું,