ગાંધીધામ બી-ડીવીજન પોલીસની હદમાં આવતા મોડવડર નજીકથી મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપાયો છે.
બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાખોની કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ટ્રક માંથી દારુનો જથ્થો ઝડપાયો છે.
આમ તો ગુજરાતમાં દારુબંધી ( liquor ) છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવતો હોય છે. મોડવડર નજીકથી મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપાયો છે. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.
જેમાં એક ટ્રકમાંથી 3.07 લાખના જથ્થા સહિત 11.08 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપ્યો . અન્ય બે શખ્સોના નામ ખુલ્યા. વધુ તપાસ માટે આરોપીને બી ડીવીજન પોલીસને સુપ્રત કરાયો.