મારો અવાજ-શૈલેષ પરમાર
વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણની પ્રોહી જુગાર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સૂચના આધારે શહેર પી.આઇ એસ.એસ.નિનામા, પી.એસ.આઇ એન.એન.ગોહેલ સહિત સ્ટાફના માણસો
પો. કો.રાજુભાઈ દેસાઈ,હાર્દિપ સિંહ, કલ્પેશકુમાર, ચિંતન કુમાર પો. કો. મહેશભાઈ ચૌધરી
પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ખેરાલુ તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે. તેવી બાતમી મળતા આઇ.ટી.આઇ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જેમાં ગાડી આવતા તેને ઊભી રખાવી બે ઇસમોને ઝડપી લઇ ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્વીફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 1222 કિંમત રૂ. 1,17,786, સ્વીફ્ટ ગાડી કિંમત રૂ. 3,00,000 તેમજ મોબાઈલ નંગ 2 કિંમત રૂ. 15,500 મળી કુલ રૂ. 4,33,286ના મુદ્દામાલ સાથે આરનોલ્ડ ઉર્ફે બોની વિનોદભાઈ ચૌહાણ તેમજ રવિકાન્તવર્મા સુધીરપ્રસાદ કુશવાહાને ઝડપી લીધો હતો. જેમાં પોલીસે ઝડપાયેલ બે સહિત મુદ્દામાલ ભરાવનાર કિર્તીસિંહ રાજપૂત તથા મુદ્દામાલ મંગાવનાર ધર્મેન્દ્ર વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.