વિજાપુર તાલુકાના કુકરવાડા ગામને તાલુકાનો દરજ્જો આપવા લાંબા સમયથી ચાલતી માગણી અંગે વિસનગર પ્રાંતે અભિપ્રાયો સાથે તૈયાર કરેલી દરખાસ્ત રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર કચેરી સુધી પહોંચી છે. જેમાં વિજાપુર તાલુકાના 21, માણસાના 9 અને મહેસાણાના 3 મળી 33 ગામોને નવા કુકરવાડા તાલુકામાં સમાવવા લોકલાગણી હોઇ આગળની કાર્યવાહી કરવા સુચવાયું છે.
વિજાપુર તાલુકાના કુકરવાડા ગામને તાલુકાનો દરજ્જો આપવા લાંબા સમયથી ચાલતી માગણી અંગે વિસનગર પ્રાંતે અભિપ્રાયો સાથે તૈયાર કરેલી દરખાસ્ત રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર કચેરી સુધી પહોંચી છે. આ ઉપરાંત વિવિધ લોકોએ કુકરવાડાને તાલુકો બનાવવા માટે ભલામણ પણ કરી છે.
કુકરવાડા તાલુકામાં સૂચિત 33 ગામોના સરપંચોના હકારાત્મક અભિપ્રાયો તેમજ ગામોના જન પ્રતિનિધિઓની માંગણી મુજબ કુકરવાડાને તાલુકો બનાવાય તો વ્યાપારિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, રોજગાર, ખેતી, જમીન સંપાદન કે નોંધણી વિષયક મુશ્કેલીઓનું નિરાકરણ આવે તેવી રજૂઆત છે