મારો અવાજ,
મહેસાણા જિલ્લામાં કુકરવાડાને નવો તાલુકો બનાવવા પ્રક્રિયા શરૂ થઇ હોવાની જાણ થતા ગોજારિયાના આગેવાનો સચેત બન્યા. ગોજારિયા તાલુકા પુન: નિર્માણ સમિતિ એ તાબડ તોડ મિટિંગ કરી ગોઝારીયાને તાલુકો બનાવવાની વર્ષો જૂની માંગણી ફરી દોહરાવી છે.
કુકરવાડાને તાલુકો બનાવવાની પ્રક્રિયા શરૂ થતા ગોજારિયા તાલુકા પુન:નિર્માણ સમિતી એ ફરી મિશન શરૂ કર્યું નવીન ફાઈલ બનાવી કેન્દ્ર સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ ગોઝારિયાના અગ્રણીઓએ મહેસાણા ગ્રામ્ય મામલતદાર સમક્ષ ગોજારીયા તાલુકો બનાવવા રજૂઆત કરી હતી.. ગ્રામજનો દ્વારા અધિક નિવાસી કલેકટર અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરાઈ.
તે દરમિયાન વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગોજારીયાને તાલુકો જાહેર કરેલો તેનો વીડિયો મામલતદાર સમક્ષ મોબાઇલમાં ગ્રામજનોએ રજૂ કર્યો હતો.
મહેસાણા તાલુકામાંથી ગોઝારિયા અને લાંઘણજ ગામે તાલુકો બનાવવા માટે અલગ અલગ માંગણીઓ કરી હતી .
બે વખત ગોઝારિયાને મળેલા તાલુકાનો દરજ્જો છીનવાઇ ગયો હોઇ 50 ગામે ગોઝારિયાને તાલુકો બનાવવા માટે ભલામણ કરેલી. પ્રાન્ત અધિકારી, કલેક્ટરને ભલામણ દરખાસ્ત મોકલવા માંગ કરી હતી. ગ્રામજનોએ અધિક નિવાસી કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરી હતી. ગામના આગેવાનોએ કહ્યું કે, વર્ષ 2012માં ગોઝારિયાને તાલુકો જાહેર કરાયો અને ઉદ્દઘાટન કર્યા પછી કોમ્પયુટર પણ ફાળવાયા હતા. જે આજે પણ અંકબંધ સચવાયેલા પડ્યા છે.
ત્યારે ગોઝારિયાને તાલુકાના દરજ્જા માટે હકારાત્મક અભિપ્રાય સાથે જ ફાઇલ આગળ મોકલવા લેખિત માંગ કરી હતી. તે વખતે સાર્વજનિક હોસ્પિટલ મંડળના શોભનાબેન પટેલ, કેવળણી મંડળના મંત્રી જયંતીભાઇ પટેલ, સરપંચ રમેશભાઇ પટેલ(મુખી), જિલ્લા સદસ્ય મિહિર પટેલ, સાર્વજનિક મંડળના ઉપપ્રમુખ ભીખાભાઈ.એસ.પટેલ, ટ્રષ્ટી નાથાભાઇ પટેલ, નાગરિક બેંક ચેરમેન નટુભાઈ, મનુભાઈ પટેલ સહિતના ગ્રામજનો ભેગાં મળીને તાલુકાની રચના બાબતે મહેસાણા ગ્રામ્ય મામલતદાર અને અધિક નિવાસી કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી.
નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ તાલુકો રદ કરવામાં આવ્યો હતો.
મહેસાણા પછી સૌથી વધારે જન સંખ્યા ધરાવતું અને તમામ સુવિધા સાથે 20 ગામડાનાં લોકો દરરોજ આવે છે. અને જયારે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ તાલુકો રદ કરવામાં આવ્યો ત્યારે તેના વીડિયોની લોકો હાસી ઉડાવી રહ્યા હતા.
વર્ષ 2012માં 22 ગામનું સમર્થન હતું તેમજ 1997માં 50 જેટલા ગામનું સમર્થન હતું તાલુકો રદ કરીને અમારા જેવા પાયાના ભાજપના કાર્યકર્તાની લાગણી સાથે રમત રમાઈ છે. વર્ષ 2012માં ગોઝારિયા તાલુકાનું ઉદ્દઘાટન કરાયેલ, મામલતદાર નિમાયા હતા, 12 કોમ્પ્યુટર ફાળવેલ, જે આજે પણ સચવાયેલા છે.
ગોઝારીયા તાલુકા પુન:નિર્માણ સમિતિના ઉપપ્રમુખ શોભનાબેન શાહે જણાવ્યું હતું કે ગોઝારીયા ને તાલુકો બનાવવા માટે તાજેતરમાં સમિતિની બેઠક મળી હતી. જેમાં વસઈ, ચન્દ્રનગર, દેવડા, દેવીપુરા, સાલડી, ચરાડું, મેઉ, શંકરપુરા, બાદલપુરા, વડસ્મા, બળવંતપુરા, ધાંધુસણ, પઢારિયા, ખરણા, પારસા, ખાટા આંબા, બોરુ, હરણાહોંડા, ધમાસણા, સમૌ, સહિતના અંદાજિત 22જેટલાં ગામોનું સમર્થન મળેલ છે. ગોઝારીયાને તાલુકો નહીં બનાવાય તો લોકસભાની ચૂંટણીમાં જનતા પોતાનો રોષ બતાવી અપમાનનો જવાબ આપશે.