વાયોર મુકામેથી ભેંસ તથા વાહનોની બેટરીની ચોરી કરતા નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી વાયોર પોલીસ..
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજનાઓ દ્રારા રેંન્જ કક્ષાએથી નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામા આવેલ. જે અનુસંધાને શ્રી સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી,પશ્ચિમ કચ્છ, ભુજનાઓ દ્વારા ડ્રાઇવ આપવામા આવેલ હોય, અને સદર ડ્રાઇવ દરમ્યાન નાસતા ફરતા આરોપીઓ પકડવા નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબનાઓ દ્વારા ખાસ સુચના આપવામા આવેલ હોય, જે અનુસંધાને સર્કલ પો.ઇન્સ.શ્રી નલીયાનાઓની દેખરેખ હેઠળ વાયોર પોલીસ સ્ટેશનના પો. સબ ઈન્સ. આઇ.આર.ગોહીલ તેઓની ટીમ સાથે નાસતા ફરતા આરોપીઓ પકડવા કાર્યરત્ત હતા, દરમ્યાન વાયોર પોલીસ સ્ટેશન ગુરન.૧૧૨૦૫૦ ૪૧૨૩૦૧૦૨/
૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ તથા ગુરન.૧૧૨૦૫૦૪૧૨૩૦૧૨૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામે ચોરી કરી નાસી ગયેલ નાસતો-ફરતો આરોપી ભગીરથસિંહ દિવાનસિંહ જાડેજા વાયોર આવેલ હોવાની ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે તેને પકડીલઈ ઉપરોક્ત બન્ને ગુના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. અને ગુરન.૧૧૨૦૫૦૪૧૨૩૦૧૦૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના કામે ચોરાયેલ ભેંસ જીવ-૦૧ કિમત રૂપિયા ૨૨૦૦૦/- રીકવર કરવામા આવેલ છે. તેમજ ગુરન.૧૧૨૦૫૦૪૧૨૩૦૧૨૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામે ચોરાયેલ બેટરી નંગ-૦૨ કિમત રૂપિયા ૬૦૦૦/- ની રીકવર કરવામા આવેલ છે. આમ, ઉપરોક્ત બંન્ને ચોરીના ગુના કામે પુરેપુરો ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ,સરનામું:-
ભગીરથસિંહ દિવાનસિંહ જાડેજા ઉ.વ.૨૨ વાયોર, તા. અબડાસા
કામગીરી કરનારપોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરી વાયોર પોલીસ સ્ટેશનના પો. સબ ઈન્સ. આઇ.આર.ગોહીલ તથા તેઓની ટીમના એ.એસ.આઇ. રાજેશભાઇ જોષી, પો. હેડ કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજા રવિન્દ્રસિંહ સોઢા, તથા પો.કોન્સ. વિક્રમભાઇ ચૌધરી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
અહેવાલ:રમેશ મહેશ્વરી. કચ્છ