રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી અને સતત દરેક વર્ગના પ્રાણ પ્રશ્નો મુદ્દે લગાતાર રચનાત્મક તેમજ આંદોલનત્મક રીતે માનવતા ને પ્રભાવિત કરતા મુદ્દાઓ મુદ્દે અવાજ બનીને તંત્ર પ્રશાસન સમક્ષ રજૂઆતો થકી ન્યાયની બુલંદ અવાજ એવા નીલ વિઝોડા જે હાલમાં વન્યજીવ સેન્ચ્યુરી અભ્યારણમાં ગેરકાયદેસર દબાણો ઉપર છેલ્લા ઘણા સમયથી રણ અભ્યારણ દબાણ મુક્ત અભિયાન ચલાવી રહ્યા છે
પરંતુ વર્તમાન સમય પર માનવ વ્યક્તિગત હિતના સ્વાર્થ માટે પ્રાણીઓ પ્રતેય બેદરકારી દાખવીને પ્રકૃતિના સંતુલનને બગાડી રહ્યા છે. તે બાબતે જન આંદોલન ચલાવી રહ્યા હતા.
તેવામાં ડેપ્યુટી કલેકટર ભચાઉને 15 તારીખના આવેદનપત્ર પાઠવે છે કે ગેરપ્રવૃતિઓ બંધ થાય તેમજ આ આંદોલન ચલાવી રહ્યા છીએ ત્યારે હમારી પર હિંસક હુમલો અથવા યેનકેન પ્રકારે કાવતરાઓ રચી ને હેરાન પરેશાન ન કરે તે માટે તંત્ર પ્રશાસન રક્ષણ આપે તેવી રજુઆત અગાઉ કરાઈ હતીમ તેમ છતા કરોડોનું નુકસાન આ રણ માફિયાઓને ગયું હોવાથી અને ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ ન થાય તે માટે તારીખ 16ના અકસ્માતરૂપી કાવતરામાં હત્યા કરવાની પેરવી કરી ને તેમાં હુમલાથી બચી જતા ખોટી ફરિયાદ દાખલ કરી કરેલ છે. તો સત્ય જોઈએ તો પોલીસ ફરિયાદમાં જ સામે બોલેરો પિકપ જે ગુડ્સ વિહીકલ સે માલવાહક સે તે મુસાફરી માટેનું વાહન નથી. જેમાં 15 થી વધુ માણસો ભરીને રોજ કંપનીમાંથી ફેરાઓ કરે છે ત્યારે સવાલ પોલીસ તંત્ર ઉપર પણ થઈ રહ્યા છે. લોકો ચર્ચામાં કે આર.ટી.ઓ.તેમજ સામાન્ય નાગરિકોને પોલીસ ગાડીઓ બાઇકો રોકી ને દન્ડ વસુલતી હોય છે. તો આ કઈ મીઠી નજર તળે કંપનીમાંથી બોલેરો પિકપ ફેરાઓ કરતી હતી. સામે તેની ઉપર ફરિયાદ કરવાની જગ્યા પર એકલતરફી કાર્યવાહી નીલ વિઝોડા પર કરાઈ છે તે સવાલો ઉભા કરી રહી છે.
ત્યારે માનવીય મૂલ્યો અને દેશમાં સુશાસન સાથે કાયદા વ્યવસ્થા ઉપર વિશ્વાસ બની રહે ને જે પણ અધિકારીઓ બેદરકારી કરી હોય કોઈ કારણોસર તેમની ઉપર તપાસ થાય અને જે તે બનાવ બન્યો તે દિવસના કોલરેકોર્ડ તેમજ જે દારૂ ની બોટલની ઉપર નીલ વિઝો ફિંગરપરિટ ફોરેસિક લેબમાં મુકવામાં આવે જે રીપોર્ટ આવે તેના પછી કાર્યવાહીની માંગણીઓ કરાઈ સે તેમજ જે નીલ વિઝોડા ઉપર હુમલો કરાયો છે તેની ફરિયાદ દાખલ કરવામાં આવે અને આજની તારીખે વન્યજીવ અભ્યારણમાંથી અવરલોડ ગાડીયો મીઠો ભરી ને નીકળી રહી છે તે બધ કરવામાં આવે તો સત્ય બહાર આવશે તેવી રજુઆત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન કચ્છના પ્રાણપ્રશ્નો મુદ્દે લગાતાર લડત કરતા હોદેદારો તેમજ કાર્યકરો ઉપર પણ ભવિષ્ય માં હુમલાઓ ન થાય તે માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ તેંમજ સમાજના વિવિધ સંસ્થાઓ શાખાઓ આગેવાનોની માંગણીઓ રહેલી છે. જેમાં વાગડ ભચાઉ નખત્રાણા માંડવી ગાંધીધામ ભુજ અબડાસાના અગ્રણીઓની માંગણીઓ સાથે રેન્જ.આઈ.જી.તેમજ કલેકટર સાહેબને રજુઆત કરાઈ હતી.
અહેવાલ:રમેશ મહેશ્વરી. ભૂજ-કચ્છ