પાલનપુર આબુ હાઇવે પર ઈકબાલગઢ નજીક એક વોલ્વો બસના અકસ્માતની ઘટના સામે આવી છે. 40 મુસાફરો ભરેલી બસના ચાલકને ઝોંકુ આવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ રિવાઇડર સાથે અથડાઇને 30થી 40 ફૂટ જેટલી ઢસડાઇ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. આ ઘટનાના સીસીટીવીમાં પણ કેદ થઇ છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, અકસ્માતમાં અનેકવાર અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે દિલ્હીથી અમદાવાદ જતી વોલ્વો બસને પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામ નજીક અકસ્માત નડ્યો હતો. ચાકલને ઝોકું આવતાં બસ ડિવાઈડર પર ચડી જતા બસમાં સવાર લોકોની ચિસીયારી કરતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી પહોંચ્યા હતા. બસ ચાલક બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામના સર્જાયો હતો. બનાવના પગલે પોલીસ તેમજ એલ એન્ડ ટી વિભાગ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું.