સ્વ.રિશી ગોપાલભાઈ ચંદાનીની જન્મદિવસ નિમિતે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ગૌ-માતા માટે પાણીના ટાંકા મુકાયા અને બાળકોને નાસ્તો આપવામાં આવ્યો..
તારીખ ૨૩.૦૫.૨૦૨૩ ના રોજ ધમધોકાર તાપમા પશુપક્ષી તો શું મનુષ્ય પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. ત્યારે પાલનપુર શહેરમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા સ્વ. રિશી ગોપાલભાઈ ચંદાનીની જનમ તીથી નિમિતે ગૌમાતા માટે પાણીના ટાંકા મુકાયા.
પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ ગૌમાતા માટે 21 નંગ પાણીના ટાંકા પાણીના ટાંકા મુકાય તથા જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પરાગભાઈ સ્વામીના સહયોગથી પાલનપુરથી 20 કિલોમીટર દૂર રામપુરા વડલાથી વિરમપુર સુધી આદિવાસી વિસ્તારમાં બાળકોને વડાપાઉં અને રસગુલ્લા નાસ્તો આપવામાં આવ્યો.પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં જરૂરત મંદ લોકોને ઈટલી અને સંભાર નાસ્તો આપવામાં આવ્યો.
આ સાથે જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી, પરાગભાઇ સ્વામી વિનીત દેવનાની,વંશ ચંદાની.હરિભાઈ વિષ્ણુ મહારાજ,વગેરે સહયોગી બન્યા હતા.