‘ચાર બોટલ વોડકા, કામ મેરા રોજ કા’, દારૂ ઢીંચેલા દારૂડિયાઓ રોજ રસ્તે રઝડતા જોવા મળે છે. પણ મહેસાણા જિલ્લામાં એક બુંદ પણ દારૂ મળતો નથી
દારૂમુક્ત ગુજરાત હોય કે ના હોય પણ મહેસાણા જિલ્લો દારૂમુક્ત છે
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધારે દારૂનું વેચાણ થાય છે.
ભલે ગુજરાતમાં દારૂબંધી હોય અને ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવતું હોય, તેમ છતાં ગુજરાતમાં દારૂ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે. અને તે પણ લીગલ એટલે કે વહીવટદારોની પરમિશનથી કાયદામાં રહીને વેચાય છે.
આખા ગુજરાતમાં વેચાવવા જતો રાજસ્થાનનો વિદેશી દારૂ મહેસાણા જિલ્લાના અલગ અલગ શહેરમાંથી પકડાયો પણ મહેસાણા જિલ્લામાં નામી બુટલેગરો જે વિદેશી દારૂના વેપલા કરે છે તે અમુક પકડાય છે અને મોટા બુટલેગરો પકડાતા નથી. એટલે કે નાની માછલીઓ પકડાય છે અને મોટા મગરમચ્છ હાથમાં નથી આવતા. તેના કારણો આજ દિન સુધી કોઈ સમજી શક્યું નથી. જાણકારોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે રાજસ્થાનથી આવતા દારૂની બાતમી મહેસાણા પોલીસ ને ઝડપી મળે છે તો પછી મહેસાણા જિલ્લામાં વેચાતો દેશી – વિદેશી દારૂ કયાંથી કટીંગ થઇ ને આવે છે તે ક્યાંથી આવે છે તેની બાતમી કેમ પોલીસને મળતી નથી? તો બીજા વ્યક્તિ કહ્યું કે ભાઈ મહેસાણા જિલ્લાને બદનામ ના કરો મહેસાણા જિલ્લામાં એસપી અચલ ત્યાગી આવ્યા ત્યારથી એક બુંદ પણ દારૂ મળતો નથી તો પછી મીડિયામાં જે દારૂ વેચાતા ફોટા કે વિડીયો આવે છે તે ક્યાંથી આવે છે. રાજસ્થાનથી આવતો દારૂ પકડાતો હોય તો પછી જિલ્લામાં વેચાતો દારૂ કેમ ના પકડાય ? જેવી ચર્ચાઓ બુદ્ધિજીવી લોકોમાં થઇ હતી..
એસપી અચલ ત્યાગી એક ઈમાનદાર અધિકારી છે અને તેમની ટીમના અધિકારી અને કર્મચારીઓ પણ ઈમાનદાર છે. મહેસાણા જિલ્લાને બદનામ કરવાનું બંધ કરો. આ તો દેશના વડાપ્રધાનનો જિલ્લો છે અહીં કોઈ બે નંબરની બદીઓ ચાલે નહિ મહેસાણા જિલ્લા પોલીસ વડાને ઈમાનદારીના ઇનામ સરકારે આપવા જોઈએ. કારણ કે સમગ્ર ગુજરાતમાં વેચાવા જતો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ મહેસાણા પોલીસે પકડી પાડ્યો છે. જો કોઈ જગ્યાએ દેશી વિદેશી દારૂ વેચાતો હોય તો તાલુકા, જિલ્લા અને રાજ્યના સ્વાગત કાર્યક્રમમાં વિડીયો સાથે તમારી વાત રજુ કરો પણ મને નથી લાગતું કે મહેસાણા જિલ્લામાં દારૂ વેચાતો હોત તો લોકોએ રજૂઆત કરી હોત..
હવે તમે જ વિચારો કે જો રાજસ્થાનથી આવતો વિદેશી દારૂની બાતમી મહેસાણા પોલીસ રાખતી હોય તો પછી મહેસાણામાં કોઈને દારૂ વેચવા દે..?