મારો અવાજ,
www.VankarSamaj.com ના પ્રણેતા શ્રી ભરતભાઇ ડાભી, વણકર ફાઉંડેશન – વડોદરાના સંસ્થાપક શ્રી મિતેષભાઇ ચાવડા ના સહિયારા પ્રયત્નોથી ડૉ. બી. આર. આંબેડકર ભવન – વડોદરાના ચેરમેનશ્રી મણિભાઇ જે. પરમાર અને ગુજરાત પબ્લિક સર્વિસ કમીશનના પુર્વસદસ્ય શ્રી મુળચંદભાઇ રાણાના અમુલ્ય માર્ગદર્શન હેઠળ તારીખ ૨૭-૦૫-૨૦૨૩ ના રોજ વડોદરા ખાતે સમાજમાં થતા છુટાછેડાઃ કારણો અને ઉપાયો વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઇ ગઇ. જ્યાં ૪૦ કરતા વધુ દુરસુદરથી પધારેલ વણકરસમાજના શુભચિંતક મહાનુભવો ઉપસ્થિત રહેલ અને સમાજમાં થતા છુટાછેડા અટકાવવા હેતુ ગંભીર વિચાર વિમર્શ કરેલ.
ચર્ચાને અંતે છુટાછેડા અટકાવવા હેતુ સ્વયંસેવકોની એક ટીમ બનેલ અને નક્કિ કરવામાં આવેલ કે છુટાછેડા માર્ગે જઈ રહેલ સમાજના કોઇ યુગલ ટીમના કેંદ્રિય સંપર્ક બિંદુ તરીકે *શ્રી ભરતભાઇ ડાભીને તેમના ફોન નંબર +૯૧૯૯૬૭૯૧૭૮૦૫* પર મેટર જણાવશે તો આ ટીમ છુટાછેડાના માર્ગે જઈ રહેલ યુગલને સ્વયં મળવા જઈ સમજાવશે અને છુટાછેડા અટકાવવા યથાશક્તિ પ્રયન્ત કરશે. આગળ એ પણ નક્કિ કરવામાં આવ્યુ કે હવે આગામી સમયમાં એવા કાર્યક્રમ કરવામાં આવે જેમાં સમાજના જે યુવકો-યુવતિઓ પરણવાના છે તેઓને તેમજ તેમના માતા-પિતાને લગ્નવિષયક કાઉંસેલીંગ કરવામાં આવે જેથી સંભવિત લગ્નભંગાણ અટકાવી શકાય. આ સમયે ઉપસ્થિત નંદાસણ ગામથી ખાસ પધારેલ સમગ્ર પરગણા વણકરસમાજના પ્રમુખશ્રી ભીખાભાઇ મકવાણાએ www.VankarSamaj.com ના પ્રણેતા શ્રી ભરતભાઇ ડાભીનુ સન્માન કરેલ. સમગ્ર ચિંતન શિબિરનુ સફળ સંચાલન આયોજક મંડળના શ્રી મણિભાઇ પરમાર, શ્રી મિતેષભાઇ ચાવડાએ સંભાળેલ તેમજ સમાપન – આભારવિધી ગુજરાત વણકર સેવા સમાજ, વડોદરાના પ્રમુખશ્રી ગોરધનભાઇ આર્યએ કરેલ.