મારો અવાજ,
મહેસાણાના ગોઝારીયા ગામને તાલુકાનો દરજ્જો આપવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગોઝારીયાને તાલુકાનો દરજ્જો આપવાની માંગ સાથે મહેસાણા સાંસદ શારદાબેન પટેલે પણ મુખ્યમંત્રીને રજૂવાત કરી.
ઘણા સમયથી ગોઝારીયાને તાલુકાનું સ્થાન મળે તેવા આશયથી ગામના આગેવાનો સહિત સમર્થનમાં આવેલ ગામોનો પ્રયાસ ચાલુ છે..
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2012 ગોઝારીયાને તાલુકો જાહેર કરેલો. તે પછી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરેલો તાલુકો રદ કરવામાં આવ્યો હતો. એક વાર નહીં પરંતુ બે વાર તાલુકો જાહેર કરીને રદ કરતા પ્રજાએ નારાજગી વ્યક્ત કરી હતી. તે પછી પણ ગોઝારીયાના આગેવાનો તથા ગોઝારીયા તાલુકા પુન:નિર્માણ સમિતિ દ્વારા ગોજારિયાને તાલુકો બનાવવાના પ્રયાસો સતત ચાલુ રાખ્યા છે..
તાજેતરમાં ગોઝારીયા તાલુકા પુન :નિર્માણ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. .
ગોઝારીયાને તાલુકાનો દરજ્જો અપાવવા માટે જિલ્લા પંચાયત સદસ્ય મિહિર પટેલ તથા તાલુકા પુન :નિર્માણ સમિતિએ મહેસાણા જિલ્લા સાંસદ શારદાબેન પટેલને રજૂવાત કરેલ. તેમની અરજીને ધ્યાનમાં લઈને સાંસદશ્રી શારદાબેન પટેલે આ અંગેની રજૂવાત મુખ્યમંત્રી કાર્યાલયે કરેલ છે..
જેમાં તેમને જણાવેલ છે કે ગોઝારીયા એક વિકસિત અને જિલ્લાનું મોટુ ગામ છે. ગોઝારીયા પાકા રસ્તા, શિક્ષણ આરોગ્ય જેવી દરેક સુવિધાઓ અને વ્યવસ્થાઓ ધરાવતું ગામ છે.. ઉપરાંત બે વાર તેને તાલુકો જાહેર કરવામાં આવ્યો છે.. તે કોઈ કારણસર કેન્સલ કરવામાં આવેલ છે.. તો આવા વિકસિત ગામ તાલુકા માટે લાયક ગામ છે તેવી ભલામણ સાંસદશ્રી શારદાબેન પટેલે કરી છે.
તેને અનુલક્ષીને આજ રોજ઼ કલેકટર કચેરી ખાતે ૩૪ ગામના સમર્થન પત્રો સાથે પચાસ કરતા વધુ લોકોએ આવેદનપત્ર આપ્યું..
જેમાં સાર્વજનિક હોસ્પિટલ મંડળના શોભનાબેન શાહ, જિલ્લા પંચાયત સદસ્ય મિહિરભાઈ પટેલ, ભીખાભાઇ પટેલ, નાથાભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને અંદાજે 50 જેટલાં લોકોએ મળીને મહેસાણા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું..