મારો અવાજ-ચાણસ્મા-ચેતન શાહ
ચાણસ્મામાં વસતો જૈન બાવનીયા પરિવાર ભીનમાલ ખાતેથી લગભગ 700 વર્ષ પહેલા ચાણસ્મા આવીને વસેલો આ પરિવાર છે. જેમની કુળદેવી અંબિકા માતા છે. જેમની ધજાની સાલગીરી જેઠ સુદ દસમ ના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે.
દરેક પરિવારો આ દિવસે સુરત મુંબઈ પુના અમદાવાદ બરોડા પાટણ ચાણસ્મા તથા વિદેશમાં વસતા હોવા છતાં આ દિવસે ચાણસ્મા ખાતે આવે છે અને માતાજીની ધજાની સાલગીરા ધુમધામથી ઉજવે છે
30 5 2023ના દિવસે મંજુલાબેન રજનીકાંત જેસિંગલાલ શાહ પરિવાર જે હાલ અમદાવાદ રહે છે એમના પરિવારને આજના દિવસે માતાજીની ધજાની સાલગીરી ઉજવવાનો લાભ મળ્યો હતો. એમના પરિવાર દ્વારા આજના દિવસે ત્રણ ટાઈમનો સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યો હતો. બપોરે 12:39 ના વિજય મુરતે માતાજીની ધજા માતાજીના શિખર ઉપર ચઢાવવામાં આવી હતી.
આ સમયે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. બોલ મારી અંબિકા જય જય અંબિકા ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દરેક બાવનીયા પરિવારના લોકોએ માતાજીના આશીર્વાદ લીધા હતા. બાવનીયા પરિવાર દ્વારા લાભાર્થી પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર મંડપ ડેકોરેશન કિરણ ઈલેક્ટ્રીક કંપની દ્વારા તથા ચામુંડા ઇવેન્ટ પ્લાનર દ્વારા, મંદિર શણગારવાનું વિક્રમભાઈ રાવલ દ્વારા અને સમગ્ર જમણવારનું કાર્ય સતિષભાઈ વ્રજલાલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું
લાભાર્થી પરિવારના પુત્ર ક્રીમેશભાઈ શાહે આજના પ્રસંગે દરેકનો આભાર માન્યો હતો…