બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા મોટા ગામમાં દલિત યુવકને માર મારવાની ઘટના આવી સામે.
આ મામલે સાત સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતનુસાર પાલનપુરના મોટા ગામે દલિત યુવકને માર મારવામાં આવ્યો. તું સારા કપડાં પહેરીને ગામમાં કેમ ફરે છે? આમ કહીને માર મારવામાં આવ્યો. યુવકની માતા છોડાવવા ગઈ તો તેને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.
યુવકને માર મારતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. ગઠ ગામમાં સાત વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ નોંધાઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..