“મહેંદી થકી લોકજાગૃતિ મેલેરિયા વિરોધીમાસ” (જૂન માસ) ઉજવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ના સમસ્ત કર્મચારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ના મેડિકલ ઓફિસર ડો.મિતલબેન જે વાળાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ના તમામ કર્મચારીઓ ની અનોખી પહેલ મહેંદી મૂકી લોકજાગૃતિ માટે ના પ્રયાસ કરવામાં આવ્યા જેનાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને આ કોન્સેપટ સારો લાગ્યો હતો મહેંદી થી સૂત્રો દ્વારા લોકોના માનસ પર સીધી અસર થાય છે એવું ગામના લોકો પાસેથી જાણવા મળ્યું
,આ ” *મહેંદી થકી લોકજાગૃતિ મેલેરિયા વિરોધીમાસ”* (જૂન માસ) ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ના સુપરવાઈઝર,ફિહેવ બહેનો,મપહેવભાઈઓ,લેબોટરી ટેક્નિશિયન,ફાર્માસિસ્ટ,સ્ટાફ નર્સ,સીએચઓ અને અન્ય કર્મચારીઓ જોડાયા હતા.