મારો અવાજ,
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે,પર્યાવરણની જાળવણી એ આપણા સૌની ફરજ છે,જે આપણને કોવિડની સ્થિતિમાં ઓક્સિજનની કિંમત સમજાઇ ગઇ છે. ભવિષ્યની પેઢીને સારૂ ભવિષ્ય આપવા માટે આપણે સૌએ સાથે મળીને વૃક્ષારોપણ કરી તેની સાચવણીની જવાબદારી વહન કરવી જોઇએ.
ઉધોગમંત્રી રાજપૂતે ઉમેર્યું હતું કે વડનગર એ પવિત્ર ભૂમિ છે. દેશના પ્રધાનમંત્રીશ્રીના વતન વડનગરમાં આજે ઉજવાઇ રહેલ વિશ્વ પર્યાવરણ દિવસ એક અનેરો પ્રસંગ છે. તેમણે ઉમેર્યું હતુ કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ આપેલ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મંત્ર થકી આજે નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે.
ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે પ્લાસ્ટિ મુક્ત ભારત માટેના અભિયાનમાં સૌના સાથ અને સહકારની જરૂર છે તેમ જણાવી પ્લાસ્ટીનો નહિવત ઉપયોગ કરવા ખાસ અપીલ કરી હતી.તેમણે ઉમેર્યું હતુ કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દર વર્ષે અલગ થીમ પર ઉજવવામાં આવે છે જેમાં આ વર્ષે “બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ પર પર્યાવરણ દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્લાસ્ટિકનો કચરો ક્યારેય જ્યાં ત્યાં ન ફેંકવા અનુંરોધ કર્યો હતો..
અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે શ્રી વાસ્તવે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, કાર્બનને શોષવાનું કામ વૃક્ષ નારાયણ કરે છે.ત્યારે આપણે સૌએ રાશી,નક્ષત્ર,આવક,પર્યાવરણ પ્રેમ સહિત અનેક રીતે વૃક્ષોના વાવેતર થકી ગ્રીન ગુજરાતના સંક્લપને સાકાર કરીએ.,તેમણે વધુમાં જણાવ્યું હતું તે ગુજરાત રાજયમાં વન વિભાગ દ્વારા પાંચમી મે થી પાંચ મી જુન સુધી મિશન લાઈફ અભિયાન ચાલી રહ્યું છે.જેનો ઉદેશ એટલો જ છે કે ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રાજ્ય અને દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ.
અત્રે ઉલ્લેખનીય છેકે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત વડનગરમાં મેડીકલ કોલેજ કેમ્પસમાં ર૦૦ રોપાઓનુ વાવેતર તેમજ મહેસાણા જીલ્લાની ૯ શાળાઓમાં આશરે ૧૦૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ૫ મે થી પ જુન સુધીમાં મહેસાણા જીલ્લાના તમામ તાલુકાઓમાં મિશન લાઇફ કાર્યક્રમ અંતર્ગત કિશાન શિબિર, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સાયકલ રેલી, પ્લાસ્ટીક કલીનીંગ કેમ્પેઇન, વૃક્ષ વાવેતર તેમજ પ્રતિજ્ઞા ગ્રહણ જેવા પ૦ થી વધુ પ્રોગ્રામ કરવામાં આવેલા હતા. જેમાં ઉર્જા બચાવો, પાણી બચાવો, સીંગલ યુઝ, પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરો. સ્થાયી આહાર સ્વીકાર કરો, કચરો ઘટાડવો, તંદુરસ્ત જીવન શૈલી અપનાવવી અને ઇલેકટ્રોનીક ઉપકરણોનો કચરો ઘટાડવો એવા સાત પગલાં જીવનમાં ઉતારી લોકોને પર્યાવરણ પ્રત્યે મહદ અંશે મદદરૂપ થવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ વર્ષમાં મહેસાણા જીલ્લામાં કુલ ૯૯પ હેકટર વિસ્તારમાં ૬,રર,૪૭૬ રોપાઓનું ખાતાકીય તેમજ વ્યક્તિલક્ષી વાવેતર કરવામાં આવનાર છે તેમજ ચાલુ ચોમાસામાં વન મહોત્સવ હેઠળ ૩૩,૭પ,૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્યની અને મહેસાણા જીલ્લાના ૭૪ મા વન મહોત્સવ અંતર્ગત રોપાઓ મેળવવા માટે નર્સરીઓની માહિતી નીચેના QR CODE સ્કેન કરીને મેળવી શકાશે.
રાજ્યમાં મહેસાણા જિલ્લાની નર્સરીઓમાં ઉપલબ્ધ વિવિધ જાતિના રોપાની ઓળખ માટે બનાવવામાં આવેલ QR CODE ને વન વિભાગ તેમજ વૃક્ષા ફાઉન્ડેશન કડીના સંયુકત ઉપક્રમે તૈયાર કરેલ છે. આ QR CODE નું ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપુતની રાશીફળ મુજબના “ઉમરા” વૃક્ષના QR CODE થી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
મહેસાણા જીલ્લામાં લીંચ, ખેરવા અને તિર્થંકર વન મુકામે વન કવચ અંતર્ગત ૧.૩૦ હેકટર વિસ્તારમાં ૧૩૦૦૦ રોપાઓના વાવેતર સાથે નિર્માણ પામવામાં આવનાર છે. આ ઉપરાંત ચાલુ વર્ષમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ મહેસાણા જિલ્લામાં કરવામાં આવનાર છે. જયાં ર૦૦૦ રોપાઓનું વાવેતર સાથે વનકુટિર, બાંકડા, પાથ વે, ગેટ અને ફેન્સીંગ જેવી સુવિધાઓ લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
આ પ્રસંગે કાર્યક્મને અનુરૂપ પર્યાવરણ બચાવો અતંર્ગત વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મિશન લાઇફના સંકલ્પને સાકાર કરવા માટે ઉપસ્થિત તમામ દ્વારા “મિશન લાઇફ શપથ” લેવામાં આવ્યા બાદમાં હાજર તમામ મહાનુભાવોના હસ્તે તેઓની રાશી મુજબના વૃક્ષોનું વાવેતર કરી કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મેડીકલ કોલેજ વડનગર ખાતે થયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, અગ્રણી ગીરીશભાઇ રાજગોર, કડી ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી, ખેરાલુ ધારાસભ્યશ્રી સરદારભાઇ ચૌધરી, બેચરાજી ધારાસભ્યશ્રી સુખાજી એસ.ઠાકોર, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઇ પટેલ, નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઇ વડનગર શહેર-તાલુકાના પદાધિકારીશ્રીઓ તથા જીલ્લા-તાલુકાના અન્ય અધિકારીશ્રીઓ, યુવાઓ, ખેડૂતો, પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.