બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો:મધરાતે ભારે પવન ફૂંકાયો, કેટલાક વિસ્તારમાં વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા
ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાની અગાહી કરવામાં આવી છે. ગઈકાલ રાત્રે ભારે ઉકળાટ બાદ બાનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે કેટલાક વિસ્તારમા વરસાદ થયો હતો. પાલનપુરના હનુમાન ટેકરી, બિહારી બાગ, મલાણાના પાટીયા સહિત આબુ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિકના જામના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે વારંવાર વરસાદના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
આ વખતે વારંવાર કમોસમી વરસાદ ચાલુ જ રહ્યો છે તેના કારણે અત્યાર સુધી ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવું પડ્યું છે થોડાક દિવસ અગાઉ જ આવેલા ભારે વાવાઝોડાએ પણ બનાસકાંઠા જિલ્લામાં તબાહી સર્જાઈ હતી ઘર અને તબેલાના શેડ ઉડી જતા લગભગ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું ત્યારબાદ આજે ફરી મોડી રાત્રીના ચારે બાજુ વરસાદ અને વાવાઝોડું શરૂ થઈ જતા લોકોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
.