સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને મફત આપવામાં આવતી ભોજન યોજના, મધ્યાહન ભોજન યોજનાને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, નવસારી જિલ્લામાંથી એક શાળાના ભોજનમાંથી મૃત ગરોળી નીકળતા હોબાળો મચી ગયો હતો. ખરેખરમાં નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામે પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત હાલતમાં ગરોળી નીકળી હતી, તે પછી પીરસાયેલા ભોજન સામે અને સવાલો ઉભા થયા હતા.
ચીખલીના પીપલ ગભાણ ગામમાં જ્યારે બપોરના સમયે મધ્યાહન ભોજન કરવા પ્રાથમિક શાળાના બાળકો બેઠાં, તે સમયે દાળ અને ભાતમાં મૃત હાલતમાં ગરોળી નીકળી હતી. આ મૃત ગરોળી થાળીમાં ભાત ઉપર જ જોવા મળી હતી. આ દ્રશ્યનો જોઇને શિક્ષકો અને બાળકો ડગાઇ ગયા હતા, શિક્ષકોઓ આ પછી બાળકોને મધ્યાહન ભોજનનું ભોજન જમવા દીધુ ન હતુ. બાદમાં આ ઘટનાની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષમ વિભાગને થતાં તપાસનો દોર શરૂ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે.