સતલાસણા તાલુકાના સુદાસણ ગામમાં ચાલુ થયું પાણી માટે આંદોલન..પાણી નહિ તો વોટ નહીં…સતલાસણા તાલુકાના સુદાસણા ખાતે સમસ્ત સુદાસના ગામના લોકોએ ભૂખ હડતાલ શરૂ કરી છે.. જેમાંબાપુનગર, નવા સુદાસણા, વીરપુર,સુદાસણા ગામના ગ્રામજનો સિંચાઈના પાણીના પ્રશ્ને ગામના વડીલ શ્રી ભૂપતસિંહ જે પરમાર ના સમર્થનમાં પ્રત્યેક ભૂખ હડતાળ પર બેઠા ગામના ગ્રામજનોએ સરકારશ્રીને સુદાસના તથા આજુબાજુના ગામોમાં સિંચાઈના પાણીની સુવિધા કરવા અને સહાનુભૂતિ પૂર્વક વિચારધારા ભલામણ કરી તેમ છતાં જો આ પ્રશ્ને સરકાર દ્વારા ઉકેલ આપવામાં નહીં આવે તો આવનારી તમામ પ્રકારની ચૂંટણીઓમાં ભાગ ન લેવાની ગામના લોકોએ પ્રતિજ્ઞા લઈ ચીમકી ઉચ્ચારી હતી.
