વડનગર ખેરાલુ અને સતલાસણા તાલુકાના સમસ્ત ઠાકોર સમાજ સૂચિત આયોજિત ૧૦મો સમુહ લગ્ન મહોત્સવ ખેરાલુ ખાતે યોજાયો. જેમાં લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર, મહેસાણા ઉદ્યોગપતિ દાનવીર આલોકરાય, ખેરાલુ પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, દૂધસાગર ડેરીના ડિરેક્ટર સરદારભાઈ ચૌધરી, મુકેશભાઈ દેસાઈ,માનસીહ ઠાકોર, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રણજિતસિંહ , વડનગર નગરપાલિકા પ્રમુખ કાનાજી ઠાકોર, સાગર ભાઈ દેસાઈ, વિનુભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એલ.બી ઠાકોર, બાબુજી ઠાકોર જગતસિંહ ડાભી સહિત ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ દસમાં લગ્નસમૂહમાં હાજર રહ્યા હતા .
સમૂહ લગ્નના આયોજકો દ્રારા તમામ મહેમાનશ્રી અને પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા હતા. મારો અવાજ ન્યૂઝના એમ.ડી શૈલેષ પરમારનું સાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન ઉત્સવમાં પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર બહુચરાજી ધારાસભ્ય ભરત ઠાકોર તેમજ સમૂહ લગ્નમાં જમણવારના દાતા આલોકરાયે નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ સમૂહ લગ્નના આયોજકો દ્રારા નવદંપતીઓને અનમોલ ભેટો આપવામાં આવી હતી. સાંસદ સભ્યએ જમણવારના મુખ્ય દાતા અને સમૂહ લગ્ન કમિટીનો આભાર માન્યો હતો…આ સમૂહ લગ્ન મહોત્સવમાં 19દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. જેમાં તમામ સમાજના લોકો અને તમામ રાજકીય પક્ષના નેતાઓ અને આગેવાનો તમામ ભેદભાવ ભૂલી હાજર રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. ખેરાલુ ખાતે યોજાયેલ સમૂહ લગ્ન મહોત્સવ શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થયો..