?
દલિતોનું પ્રતિનિધિત્વ બિનદલિતો પર આધારિત
રાજકીય પક્ષો ગુજરાતમાં દલિતોને ખાસ ગણતરીમાં લેતા નથી
જેને કારણે કોઈ પણ રાજકીય પક્ષ એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ માટે દલિતોને વોટ બેન્ક નહીં, પરંતુ ચૂંટણીમાં બંધારણ અનુસાર જીતવી પડતી એક ફરજિયાત અનામત બેઠકથી વિશેષ કંઈ નથી રહેતા.
આ બેઠકો પણ તેમણે બિનદલિત મતોથી જ જીતવાની રહે છે.
ગુજરાતના દલિત સમુદાયો માટે પણ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ બિનદલિતો પર આધારિત છે.
આ બાબતે વર્ષોથી દલિત અધિકારો માટે લડત ચલાવતા સંગઠનો અને દલિત રાજકારણના અભ્યાસુઓ પણ માને છે કે, રાજકીય પક્ષો ગુજરાતમાં દલિતોને ખાસ ગણતરીમાં લેતા નથી.
ગુજરાતમાં દલિત સમાજકારણ અને રાજકારણના અભ્યાસુ અને વિશ્લેષક ચંદુ મહેરિયાના મતે દલિતોની વસતી રાજ્યમાં માત્ર સાડા સાત ટકા જેટલી અને તે પણ સમગ્ર રાજ્યમાં વહેંચાયેલી છે.
તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે અસારવાની બેઠક બિન-અનામત નહોતી, ત્યારે ભાજપના નેતા પ્રદિપસિંહ જાડેજાને વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં 53.35 ટકા મળ્યા હતા.
આ જ બેઠક જ્યારે 2012ની ચૂંટણીમાં દલિત માટે અનામત થઈ, ત્યારે ભાજપના જ ઉમેદવાર નિવૃત્ત આઈએએસ અધિકારી આર. એમ. પટેલને 61.98 ટકા મત મળ્યા હતા.
આવી જ રીતે વડોદરા શહેરની બેઠક પર મનીષા વકીલ 1.03 લાખ મતોથી જીત્યાં હતાં. એ બેઠક પર દલિત મતો માત્ર 30 હજાર 863 જેટલા જ હતા.
એ જ સ્થિતિ ઈડરમાં રમણલાલ વોરા માટે પણ હતી. આ દલિત અનામત બેઠકમાં 31 હજાર 244 દલિત મતોની સામે વોરાને 90 હજાર 279 મત મળ્યા હતા.
તેમણે કહ્યું, “જેથી ચૂંટણીમાં દલિતો માટેની અનામત બેઠકો જીતવા માટે પણ રાજકીય પક્ષોએ બિનદલિત મતો પર આધાર રાખવો પડે છે.
આથી દલિત આગેવાનો કે દલિત મતોને ખાસ મહત્ત્વ નથી મળતું. એટલે જ દલિત અનામત બેઠકો પરથી જીતેલા દલિત પ્રતિનિધિઓ પણ દલિતો કરતાં બિનદલિતોના પ્રશ્નોને અગ્રતાક્રમે હાથ પર લે છે.”
તેમણે ઉમેર્યું, “આ ઉપરાંત હાર્દિક અને અલ્પેશ ઠાકોર જેવા જ્ઞાતિ, સમાજ આધારિત નેતાઓને ખૂબ જ મોટું જનસમર્થન છે.
જ્યારે જિગ્નેશ પાસે એવું નથી. 7.5 ટકા દલિત વસતીમાં મતદારો તો માત્ર સાડા ત્રણ ટકા જેટલા જ છે. એમાંથી ખરેખર મતદાન કરનારાંનું પ્રમાણ અઢી ટકા જેટલું હોય ત્યારે દલિતોને ખાસ મહત્ત્વ ન મળે.”
હાલ કોંગ્રેસ જીગ્નેશભાઈ મેવાણીના ખભે બંદૂક મૂકી દલિત સમાજના વોટ એક તરફી કરવા માંગે છે પણ કોંગ્રેસ એટલી બધી સફર નહિ થાય જેટલું તે વિચારે છે કારણકે જીગ્નેશભાઈ સાથે જે લોકો જોડાયેલા છે તે આંદોલન કારી લોકો છે તે કોંગ્રેસ કે ભાજપ સામે લડીને દલિત સમાજને ન્યાય અપાવા માંગે છે..ભારતનું એવુ કોઈ રાજ્ય નથી જ્યાં દલિત સમાજ પર અત્યાચાર ના થતા હોય.કોંગ્રેસ,ભાજપ કે અન્ય કોઈ પણ પક્ષ નું સાસન હોય આજે પણ દલિત સમાજ જાતિવાદ થી પીડાય છે. મંદીરમાં પ્રવેશનહિ, લગ્નમાં વરધોડો રોકવો, સામાજિક કામમાં અલગ જમરવાર જેવા અનેક બનાવો બને સતા કોઈ પક્ષ મજબૂત થઇ દલિત સમાજના પક્ષે આવતો નથી તેવી સામાજિક કાર્યકર શૈલેષ પરમારે જણાવેલ..