વડનગરના લોકો સાવધાન,
ચડ્ડી બનિયાનધારી ટોળકી ટીડીઓના મકાન માંથી 4.56 લાખની મત્તા ચોરી ગયા…
ખેરાલુ ટીડીઓના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી લાકડાની અલમારીમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.4.56 લાખની મત્તા ચોરી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.
વડનગરના લબ્ધિનગરમાં શનિવારે મધરાતે ત્રાટકેલી ચડ્ડી બનિયાનધારી ટોળકીએ ખેરાલુ ટીડીઓના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી લાકડાની અલમારીમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.4.56 લાખની મત્તા ચોરી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.
ચડ્ડી બનિયાનધારી ટોળકી ટીડીઓના મકાન માંથી 4.56 લાખની મત્તા ચોરી ગયા…
ખેરાલુ તાલુકા વિકાસ અધિકારી અશ્વિનકુમાર મહાશંકર પંડ્યા પરિવાર સાથે ત્રણ વરસથી વડનગરમાં પોલિટેકનિક રોડ પર આવેલા લબ્ધિનગરમાં ભાડાના મકાનમાં રહે છે. તેઓ પરિવાર સાથે સાસરી હારિજ ગયા હોઇ મકાન બંધ હતું.
શનિવારે મધરાતે ત્રાટકેલી ચડ્ડી બનિયાન ટોળકીએ સૌપ્રથમ સ્વાતિ હોમને નિશાન બનાવ્યા બાદ લબ્ધિનગર સોસાયટીમાં ઘૂસી ટીડીઓના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી લાકડાની અલમારી તોડી ગુપ્તખાનામાં મુકેલા રૂ.4.01 લાખના સોના-ચાંદીના દાગીના તેમજ રૂ.55 હજારની રોકડ મળી કુલ રૂ.4.56 લાખની મત્તા ચોરી ગયા હતા. ચોરીની જાણ થતાં અશ્વિનકુમાર પરિવાર સાથે વડનગર દોડી આવ્યા હતા અને તપાસ કરતાં ઘરમાં ચોરી થયાનું જણાયું હતું. આ અંગે તેમનાં પત્ની કૈલાશબેન પંડ્યાએ ફરિયાદ નોંધાવી છે.