તમને ફોન આવે કે …! ‘મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે’ એક રાતના મળશે 20 હજાર…
યુવાનોને અપાય છે એક રાતના 15,000 થી 20,000 રૂપિયા કમાવવાની લાલચ.હાઈ પ્રોફાઈલ મહિલાઓને ખુબ એકલું લાગે છે, તમારે માત્ર તેમની એકલતા દૂર કરવાની છે. મેડમ જો મોજમાં આવી જશે તો તમને માંગ્યા પૈસા મળશે! આખરે શું છે આ સમગ્ર મામલો? અમદાવાદમાં કંઈક આવી રીતે શરૂ થયો છે આ ગોરખ ધંધો? કઈ રીતે બેરોજગાર યુવાનોને બનાવવામાં આવે છે શિકાર? કઈ રીતે થાય છે છેતરપિંડી?
યુવાની લાગતા જ દરેક કોઈમાં સમાગમની ઈચ્છા થવી સ્વાભાવિક છે, જેની ઇચ્છા સંતોષવા યુવાનો ગમે તે હદ સુધી પહોંચી જાય છે. ખાસ કરીને સોશલ મીડિયામાં આજકાલ એવી ઘણી જાહેરાતો ફરે છે કે હાઈપ્રોફાઈલ મહિલા, એર હોસ્ટેસ, કોલેજ ગર્લ, નર્સ, ડોકટર સાથે આનંદ માણો અને રોજના 10થી 15 હજાર રૂપિયા કમાઓ આવી જાહેરાતો સાથે ફોન નંબર પણ લખવામાં આવતા હોય છે.
તમે એ નંબર પર ફોન કરો એટલે મહિલા વિષે તમને માહિતી અપાય છે. શું ખરેખર મહિલા સાથે દોસ્તી અને અંગત આનંદ મેળવીને રોજના રૂપિયા કમાઈ શકાય? જો આટલા બધા રૂપિયા મળતા હોય તો કોઈ નોકરી કે ધંધો પણ ન કરે. હવે અમે તમને આ છેતરપિંડી કેવી રીતે થાય છે તમારી પાસેથી કેવી રીતે રૂપિયા પડાવવામાં આવે છે તેના વિશે જણાવીશું. તાજેતરમાં અમદાવાદના જ એક યુવાન સાથે આ પ્રકારની ઘટના બની હતી.
આ તો થઈ જીગોલોના ધંધાની વાત પણ હવે આ ગંદા ધંધાની આડમાં પણ બીજો ધંધો શરૂ થયો છે અને તે છે છેતરપિંડીનો ધંધો જેમાં યુવાનોને એક રાતના 15,000 થી 20,000 રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવે છે. મેડમને કરો, મેડમ તમને ખુશ કરશે! એક જ રાતમાં કમાઓ તગડી રકમ… જેવી જાહેરાત આપીને લાલચ આપવામાં આવે છે. જેના માટે તમારી પાસેથી અલગ અલગ પ્રકારની સિક્યોરિટી અમાઉન્ટ માંગવામાં આવે છે. જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી.
યુવાનોને અપાય છે એક રાતના 15,000 થી 20,000 રૂપિયા કમાવવાની લાલચ.હાઈ પ્રોફાઈલ મહિલાઓને ખુબ એકલું લાગે છે, તમારે માત્ર તેમની એકલતા દૂર કરવાની છે. મેડમ જો મોજમાં આવી જશે તો તમને માંગ્યા પૈસા મળશે! આખરે શું છે આ સમગ્ર મામલો? અમદાવાદમાં કંઈક આવી રીતે શરૂ થયો છે આ ગોરખ ધંધો? કઈ રીતે બેરોજગાર યુવાનોને બનાવવામાં આવે છે શિકાર? કઈ રીતે થાય છે છેતરપિંડી?
આવી જાહેરાતોથી સાવધાન, કેવી કેવી આપવામાં આવે છે આવી લાલચઃ આવી પણ જાહેરાતો આવતી હોય છે કે, હાઈપ્રોફાઈલ મહિલાને એકલું એકલું લાગે છે તો તેની સાથે સમય પસાર કરનાર હેન્ડસમ યુવકને મળશે આટલા રૂપિયા. મહિલાને સુખ આપી શકે તેવા હેન્ડસમ યુવકની જરૂર છે. મહિલાને ખુશ કરો અને પૈસા કમાવો. તેમાં ફોન નંબર પણ આપવામાં આવે છે. ફોન પર જેમ જેમ તમે તે મહિલાઓ વિશે વિગતો માંગશો તેમ તેમ તમને વધુ લાલચ આપશે.
એટલે સમજી જવું આ લખાણ લોક જાગૃતિ માટે છે વધુમાં વધુ શેર કરો…