ગુજરાતમાં નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે.
નાયક ફિલ્મની જેમ ગુજરાતનો વહીવટ પણ હવે વિદ્યાર્થીઓ ના હાથમા…
એક દિવસ માટે ગુજરાત વિદ્યાર્થીઓ ધારાસભ્ય બનશે..!
ગુજરાતનાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સ્થાન મેળવનારા નિમાબેન આચાર્યના વડપણ હેઠળ ગુજરાત વિધાનસભા વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે.
નાયક ફિલ્મની જેમ ગુજરાતનો વહીવટ પણ હવે વિદ્યાર્થીઓ ના હાથમા…
વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 182 વિદ્યાર્થી, જેઓ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરે છે તેમના માટે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ, જેમને એક દિવસીય સત્રમાં બોલાવવાના છે, તેમની પસંદગી રાજ્યના ખૂણેખૂણેથી કરવામાં આવી રહી છે.