ગુજરાતના 30 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકારની દીક્ષા લીધી …
મોરબીના વિજયનગર ખાતે આવેલ સમ્રાટ અશોક બૌદ્ધ વિહાર ખાતે 30 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકારની દીક્ષા લીધી છે. પોરબંદરના અને અમદાવાદ બૌદ્ધ વિહારના સંતોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લેવડાવી હતી. 30 લોકોએ હિન્દૂ કે અન્ય ધર્મની વિધીઓ અને તેની પરંપરા ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આંબેડકરજી એ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હોવાથી તેમના પગલે ચાલવા પરિવારના ત્રીસ લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે.