27 અને 28મી મે ના રોજ પ્રગતિ મેદાન નવી દિલ્હી ખાતે યોજાયેલા ડ્રોન ફેસ્ટિવલના પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને કાર્યક્રમમાં સહભાગી ઉદ્યોગસાહસિકના બૂથની મુલાકાત લીધી. ઉદ્યોગસાહસિક બૂથના પ્રવાસ દરમિયાન પીએમએ પ્રાઇમ યુએવી બૂથની મુલાકાત લીધી હતી. પ્રાઇમ યુએવી કંપની એ ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની છે જે ગુજરાતના મહેસાણામાં સ્થાયી છે અને માનવરહિત એરિયલ વ્હીકલના ક્ષેત્રમાં તેમની કસ્ટમાઇઝ પ્રોડક્ટ અને સર્વિસ પૂરી પાડે છે.
