વડનગર સિપોરમાં ઈસમ સાથે પ્રેમ સંબંધમાં હત્યા
પત્નીના પ્રેમીએ સોપારી આપી કરાઈ હત્યા
ભોગ બનનાર મહેશજી ઠાકોર ની લાશ મળી
અંબાજી નજીક કુવામાં જીવતો ફેંકી હત્યા કરાઈ
કુવામાં ઊંધા માથે પટકાતા માથું ફૂટી ગયું
કોવાયેલી હાલત માં લાશ મળી
વડનગર તાલુકાના સિપોર ગામના યુવાનને બરફ ગોળા બનાવવાનું કહી ત્રણ અજાણ્યા શખ્સો ખટાસણા ગામથી એકાદ કિમી હાઇવે નજીક બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. જે અંગે વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.જોકે આ યુવાનની હત્યા થઈ હોવાની આશંકાને પગલે પોલીસે ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં અંબાજી નજીક એક કુવામાંથી લાશ મળી આવી હોવા સૂત્રો દ્રારા જાણવા મળ્યું હતું..
યુવાનની લાશ શોધવા પ્રયાસો હાથ ધર્યા છે.જોકે ગામમાં કોઈ બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે. સિપોર ગામના ઠાકોર અશોકજી અણદાજીના ભાઇ મહેશજી ને બરફ ગોળા બનાવવાનું કહી 3 અજાણ્યા શખ્સો ખટાસણા ગામથી એકાદ કિમી હાઇવે નજીક બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા.
આ મુદ્દે યુવાનના ભાઈએ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
તેવામાં આ યુવાનની હત્યા કરાઈ હોવાની આશંકા વચ્ચે પોલીસે સુરાગ મેળવવા ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી હતી..
આ ઘટનાને મહેશજી નો પરિવાર પણ બહુ દુઃખી જોવા મળ્યો..
વડનગર સિપોર અપહરણ મામલો
અપહરણ બાદ હત્યા કરાયેલી લાશ મળી સૂત્રો ના જણાવ્યા અનુસાર પાંચ દિવસ બાદ હત્યા કરાયેલી લાશ મળી..
આરોપી નૂરઅલીએ અન્ય ઈસમ સાથે પ્રેમ સંબંધમાં હત્યા કરાવી..
પત્નીના પ્રેમીએ સોપારી આપી કરાઈ હત્યા
ભોગ બનનાર મહેશજી ઠાકોર ની લાશ અંબાજી નજીક કુવામાં જીવતો ફેંકી હત્યા કરાઈ હતી..
કુવામાં ઊંધા માથે પટકાતા માથું ફૂટી ગયું કોવાયેલી હાલત માં લાશ મળી..
વડનગર, રસુલપુર વે -વેટ તેમજ સિપોર ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
અંબાજી ની સીમમાં કુવામાંથી યુવકની લાશ મળી આવી .
યુવકની હત્યા કરી કૂવામાં ફેક્યો…
વડનગરનાં સીપુર ગામના યુવકને મારી કૂવામાં ફેક્યો…
અજાણ્યાં ઈસમોએ યુવકની હત્યા કરી કૂવામાં ફેક્યો…
પોલીસ અને ફાયબ્રિગેડની ટીમ દ્વારા મૃતકની લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ…
લાશ ને કુવામાંથી બહાર કાઢી આગળ ની કાર્યવાહી હાથ ધરાઇ.
અહેવાલ :- પરેશ પરમાર, વડનગર.
અરવિંદ અગ્રવાલ, અંબાજી.