મહેસાણા તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી શાખા દ્વારા ચાર દિવસનો ફર્સ્ટ એઇડ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.નાગરિકોને આરોગ્યલક્ષી ત્વરીત રાહત મળે અને ફર્સ્ટ એઇડ બાબતે જનજાગૃતિ આવે તે માટે ઇન્ડિયન રેડક્રોસ મહેસાણા તાલુકા બ્રાન્ચ દ્વારા તાલીમ વર્ગનો પ્રેરણાદાયી પ્રયાસ કર્યો છે.
મહેસાણા તાલુકા શાખા દ્વારા નિયમિત આ પ્રકારના તાલીમ વર્ગો યોજવાની નેમ વ્યકત કરાઇ હતી.તાલીમના અંતિમ દિવસે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના હસ્તે 21 તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
