મારો અવાજ,
મહેસાણાની મુલાકાતે આવેલા કેન્દ્રીય સંસદીય બાબતો અને સાંસ્કૃતિક વિભાગના રાજ્ય મંત્રીશ્રી અર્જુનરામ મેઘવાલે આજે સાંજે શિલ્પ,સ્થાપત્ય અને કલાના ત્રિવેણી સંગમ એવા એક હજાર વર્ષ જૂનાં વિશ્વ વિખ્યાત મોઢેરાનાં સૂર્યમંદિરની મુલાકાત લઇ,બારીકાઇપૂર્વક વિવિધ શિલ્પોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મોઢેરાના ગાઇડ વિપુલ રાવલ પાસેથી, ઇતિહાસ અને સંસ્કૃતિની રસપૂર્વક જાણકારી મેળવી હતી.
પ્રોટોકોલ છોડીને રાજ્ય મંત્રીશ્રી મેઘવાલે મોઢેરાનાં સૂર્યમંદિરની મુલાકાતે આવેલા અને બગીચામાં બેઠેલા પરિવારો સાથે નીચે બેસીને, સહજ સંવાદ કરી, મોઢેરામાં કઇ કઇ સુવિધાઓ વધારવાની જરૂર છે એના સૂચનો પણ મેળવ્યા હતા. તેમણે મોઢેરાના ગ્રામજનો સાથે વાત કરી, મુશ્કેલીની વિગતો જાણીને એ દૂર કરવા ભારત સરકાર વતી હકારાત્મક જવાબ આપ્યો હતો.
આ વેળાએ કડીના ધારસભ્યશ્રી કરસનભાઇ સોલંકી,પૂર્વ ગૃહ મંત્રીશ્રી રજનીભાઇ પટેલ,વિવિધ પદાધિકારીઓ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના વડોદરા સર્કલના સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર્કિયોલોજી શ્રી સુબ્રમણ્યમ, પ્રાંત અધિકારી શ્રી જયદીપસિંહ ચૌહાણ અને ગામના અગ્રણીઓ તેમની સાથે રહ્યા હતા.