મારો અવાજ,
આપ નામદાર *રહેબર પીર સૈયદ મુજાહીદ હુસૈન બાવાસાહેબ* ની અકાળે ફાની દુન્યા થી વિદાય , ના માની શકાય એવી ઘટના થી આજે હું, આખો મોમીન સમાજ ની સાથે સાથે બીજા સમાજ ના લોકો અને ચારે બાજુ ના પંથક ના લોકો ગમગીન છે, અસહ્ય વેદના છે ક્ષણ ભર ના વિચાર થી પણ મારું હૈયું રડી ઉઠે છે, આપ નામદાર ની સાથે મસ્કત મુ વિતાવેલા દિવસો, મસ્કત ની મુલાકાત સમગ્ર મસ્કત ના મોમીનો માટે એક સોનેરો અવસર હતો જે ક્યારે ભૂલી શકાય એમ નથી, આપ નામદાર સાથે થયેલી ક્ષણિક મુલાકાતો અને આપ નામદાર ની નસિયતો ભૂલી શકાય એવી નથી, આપ નામદાર ની દુર દંસી દ્રષ્ટિ (વિઝન) અને દૂતકાર્ય (મિશન) થી હું ખુબજ પ્રભાવિત હતો, વિઝન અને મિશન ના પ્રતાપે એક દાયકા મુ થયેલા કામ અને પ્રદ્ધતિ સર નો વિકાસ આપણી સમક્ષ છે, આપ નામદાર ના રૂહાની મરતબા થી આપણા પંથક મુ થયેલ કોમી એકતા એ જીવંત ઉદાહરણ છે
આપ નામદાર નો એક રસપ્રદ બનાવ એમની મસ્કત ની મુલાકાત દરમિયાન થયેલ અને આ બનાવ ની નસીહત થી મારી ખરીદી ના કામ આસાન થયી ગયા, બનાવ એમ હતો કે એક દુકાન મુ ખરીદી કરવા ગયા, દુકાન મારા મિત્ર ની હતી, વસ્તુ પસંદ કરી એના ભાવ મુ હું રકઝક કરતો હતો તો આપ નામદાર મને રકઝક કરતા રોક્યા અને નસીહત આપી કે વધારે રકઝક ના કરો વધારે રકઝક કરવા થી બની શકે નુકસાન કરી નેં વસ્તુ આપે એ મને પસંદ નથી અને મજબૂરી મુ નુકસાન કરી નેં વસ્તુ ઓછા ભાવ થી લેવી એ ઇસ્લામ ઇઝાજત આપતો નથી એટલે એક વાર કહેવું વ્યાજબી ભાવ કરો પછી જે ભાવ કરી આપે એને કબૂલ કરવો.
આ નસીહત મને એટલી પ્રભાવિત કરી કે એ દિવસ થી આજ ના દિવસ સુધી હું કોઈ પણ વસ્તુ ના ભાવ મુ રક્ઝક કરતો નથી એનું પરીણામ એ આવ્યું કે મારી મનપસંદ ની વસ્તુ હું આરામ થી ખરીદી નેં મારી ખરીદી ની મજા લઈ શકું છુ.
આપ નામદાર જેવી શખસિયત આપણી વચ્ચે નથી એ માત્ર એહસાસ શરીર ને કંપાવી ઉઠે છે. મારા માટે અસહ્ય વેદના નો સમય છે અલ્લાહ તાલા મને તાકાત સાથે સબર આપે જેથી કરી ને આ વેદના ને સહન કરી શકું સાથે સાથે આપ નામદાર ના પરિવાર ને પણ આ કઠિન સમય હિંમત ની સાથે સબર આપે… આમીન
આપ નામદાર ની વિદાય થી સમગ્ર મોમીન સમાજ ના લોકો માથે મોટી જિમ્મેદારીઓ વધી ગયી છે આપ નામદાર ના અધૂરા સપના ઓ ને સાથ સહકાર ની સાથે પુરા કરવા ની જિમ્મેદારી ઓ , એમના વિઝન અને મિશન આગળ વધારવા ની જિમ્મેદારી ઓ, એમની આપેલી નસીહતો પર અમલ કરવા ની જિમ્મેદારી ઓ, એમના થકી થયેલી કોમી એકતા ને ટકાવી રાખવા ની જિમ્મેદારી ઓ.
ઇન્શા અલ્લાહ, *રહેબર હાજર પીર સૈયદ કામરાન હુસૈન બાવાસાહેબ* ની રહેબરી નીચે અલ્લાહ તાલા આ તમામ જિમ્મેદારી ઓ ને પુરી કરવા ની તમામ મોમીનો ને તૌફીક અતા કરે… આમીન. અને આપ નામદાર ના સપના ઓ અને અધૂરા કામકાજો , એમના વિઝન મિશન એટલી જ ઝડપ આગળ વધશે જેટલી ઝડપ થી ચાલી રહ્યા હતા.
આખીર મુ હું દુઆ કરું છુ કે અલ્લાહ તાલા આપ નામદાર ની મગફેરત ફરમાવે અને જન્નત મુ આલી દરજ્જો અતા કરે… અને આપ નામદાર ના સમગ્ર પરિવાર અને તમામ મોમીન કોમ ને હિંમત ની સાથે સબર અતા કરે… આમીન
તમામ મોમીન મોઅમેનાત ને ગુજારીશ છે કે આજે નમાજે મગરીબ બાદ નમાજે વહસત પઢે.
આપ નો દુઆગીર
મોહતાજે દુઆ
અલીહુસૈન વજીરભાઈ બાલવા
અહેમદપુરા વાસ, મેતા
મોબાઇલ નંબર +91 6359231429