મારો અવાજ,
વડાપ્રધાનના વતન વડનગરમાં માતા હીરાબાના શતાયુ પ્રવેશ નિમિત્તે વિવિધ પ્રકારની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ૧૮મીએ માતા હીરાબાના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્ય માટે સંુદરકાંડ, શિવ આરાધના અને ભજનસંધ્યાનો ત્રીવેણી સંગમ યોજાશે.
*દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવશે
હીરાબાના 100માં જન્મ દિવસ નિમિતે વડનગર હાટકેશ્વર મંદિરમાં સવારે આરતી પછી મહાપૂજાનું આયોજન કર્યું છે બાદમાં પંચતંત્ર ,દ્રવ્ય બીલી ફૂલ વગેરેથી પૂજા કરવામાં આવશે. બપોરે રાજભોગનો થાળ થશે અને સાંજે ભગવાનો વિશેષ શણગાર પણ કરવામાં આવશે,તેમજ 100મો જન્મ દિવસ હોવાથી નિજ મંદિરમાં 100 દીવાનું પ્રાગટય ભગવાન સમક્ષ કરવામાં આવશે અને હીરાબાનું આરોગ્ય સારું રહે અને એમના માટે પ્રાર્થના કરવામાં આવશે.
