મારો અવાજ,
ભારતીય જનતા યુવા મોરચા અંબાજી દ્વારા અંબાજીમાં બાઇક દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી.આ વર્ષે ભારત દેશની આઝાદીને ૭૫ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભારતમાં સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો દેશભરમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નરેન્દ્ર મોદી સરકારના સુશાસને આઠ વર્ષ પુરા થયા અને ભારતની આઝાદીનાં ૭૫ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે તે નિમિત્તે બાઇક દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી.
અંબાજીના સર્કિટ હાઉસ થી સાંજે પાંચ વાગે તિરંગા યાત્રા નીકળી અંબાજીમાં વિવિધ વિસ્તારોમાં ફરીને ફરીથી સર્કિટ હાઉસ ખાતે તેનું સમાપન થયું હતું.
આ તિરંગા યાત્રા નો હેતુ ભારતના યુવાનોમાં દેશભક્તિ અને રાષ્ટ્ર ભાવના જાગે અને દેશ પ્રત્યે જાગૃત બને એ હેતુ થી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સારો દેખાવ કરે તે માટે પણ લોકોને જાગૃત કરવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી ઇશ્વરભાઇએ જણાવ્યું હતું કે અંબાજી ના યુવાનો માં રાષ્ટ્રીય ભાવના જાગે તેઓ રાષ્ટ્ર પ્રત્યે જાગૃત થાય તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સારો દેખાવ કરે અને અંબાજી – દાંતા વિધાનસભા ની ચૂંટણીમાં ભાજપને જીત મળે તે હેતુથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ, જિલ્લા પ્રભારી, અંબાજી શહેર પ્રમુખ ,અંબાજી શહેર યુવા મોરચાના પ્રમુખ,યુવા મોરચાના મંત્રી તેમજ અંબાજી ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અરવિંદ અગ્રવાલ
અંબાજી