મારો અવાજ,
યોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ તા. ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” – ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવી.
મહેસાણા જિલ્લામાં યોગ દિવસની ઉજવણીની તૈયારીના ભાગ રૂપે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં 2,638 સ્થળો યોગ દિવસની ઉજવણી થનાર છે જેમાં 5,35,800 યોગ અભ્યાસુઓ જોડાયા છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાનાર છે.જેમાં 5,000 યોગ અભ્યાસુઓ જોડાયા .
જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે ઉમેર્યું હતું કે આ ઉપરાંત 11 તાલુકા કક્ષાના સ્થળોમાં 5,700 અને 07 નગરપાલિકના સ્થળોમાં 3,500 નાગરિકો યોગ કરનાર છે.તેમણે ઉમેર્યું હતું કે જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 3,36,000 વિધાર્થીઓ પણ યોગ કર્યા. જેમાં 1238 પ્રાથમિક શાળાઓ,351 માધ્યમિક શાળાઓ,43 કોલેજો,10 આઇ.ટી,આઇ અને 02 વિશ્વ વિધાલયોમાં યોગ થાય.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ 600 સ્થળોમાં 1,25,000 નાગરિકો યોગ કરનાર છે.આ ઉપરાંત 57 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 11400 સહિત 295 પેટા આરોગ્ય કેન્દ્રોમાં 44200 યોગ શિબિરમાં જોડાયા.
મહેસાણા જિલ્લામાં પોલીસ હેડ ક્વાટર્સમાં પોલીસ વિભાગ દ્વારા યોગ શિબિર યોજાયો છે જેમાં 3,000 પોલીસ કર્મીઓ સહિત નાગરિકો જોડાશે આ ઉપરાંત 22 પોલીસ સ્ટેશન અને જેલના સ્થળોમાં 2,000 કર્મીઓ યોગમાં જોડાયા હતા.
મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાનો યોગ ઉજવણીના કાર્યક્રમનો સહભાગી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ- દૂધ સાગર ડેરી થયેલ છે. આ ઉપરાંત તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં આદાણી એકમનો સહયોગ મળ્યો હતો. જિલ્લાના તાલુકા સ્થળોમાં મહેસાણા તાલુકામાં સાર્વજનિક હાઇસ્કુલ,ઉંઝા તાલુકામાં એમ.એચ.પટેલ ગજાનન હાઇસ્કુલ ઐઠોર,વિસનગરમાં સ્વામી નારાયણ ગૂરૂકુળ વિધાલય કાંસા,કડીમાં કલ્યાણપુરા હાઇસ્કુલ,બેચરાજીમાં શ્રી બહુચરાજી માતાજી મંદિર (પ્રતિકાત્મક સ્થળો),જોટણા તાલુકામાં શ્રી રામ સર્વ વિધાલય,ખેરાલુમાં મ્યુનિસિપલ હાઇસ્કલુ,વડનગરમાં કિર્તી તોરણ (પ્રતિકાત્મક સ્થળ) અને સતલાસણામાં ધરોઇ ડેમ અને તારંગા હિલ સ્ટેશન (પ્રતિકાત્મક સ્થળો)એ કાર્યક્રમ યોજાયો હતો.
મહેસાણા જિલ્લાના નગરપાલિકા સ્થળોમાં મહેસાણા ખાતે ફાયર સ્ટેશન,વિસનગર એમ.એન.કોલેજ,વિજાપુરમાં રામ બાગ,વડનગરમાં નવોદય વિધાલય,કડીમાં રતીલાલ મગનલાલ પટેલ મ્યુનિસપલ ગ્રાઉન્ડ કડી,ઉંઝામાં એ.પી.એમ.સી ઉંઝા અને ખેરાલુંમાં નગરપાલિકા ગાર્ડન ખેરાલું ખાતે યોગ દિવસની ઉજવણી થઈ હતી
જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે મોઢેરા સૂર્યમંદિર આપણી ધરોહર છે. જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સૂર્યમંદિર ખાતે થનાર છે. આ ઉપરાંત ધરોઇ ડેમ,કિર્તી તોરણ,તાંરગા હિલ બેચરાજી મંદિર સહિત તાલુકા અને શહેરી સ્તરે પ્રતિકાત્મક સ્થળોએ, આઇ.ટી.આઇ, શૈક્ષણિક સંસ્થાઓ,આરોગ્ય કેન્દ્રો,ગ્રામ્ય સ્તરે, શાળા અને કોલેજોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા જિલ્લા કક્ષાના મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેનરા છે.જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 05-45 થી શરૂ થતોજેમાં મહાનુંભાનું આગમન,સ્વાગત.પ્રસંગેને અનુરૂપ વ્યક્તવ્યો માન પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના કાર્યક્મનું જીવંત પ્રસારણ સહિત યોગનો કાર્યક્રમ થનાર છે
જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે મહેસાણા જિલ્લામાં યોગ દિવસની ઉજવણીના આ મહા એડપર્વમાં વધુને વધુ લોકો જોડાયા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો સતલાસણા તાલુકાના ધરોઇ ડેમ ખાતે ધારાસભ્ય અજમલજી ઠાકોર જિલ્લા આયોજન અધિકારી રમતગમત અધિકારી ખેરાલુ પ્રાંત અધિકારી મામલતદાર સતલાસણા ડેપ્યુટી એન્જિનિયર ધરોઇ ડેમ તાલુકા વિકાસ અધિકારી સતલાસણા અને દરેક સ્કૂલ માં વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ નાગરિકો દ્વારા યોગ કરવાં માં આવ્યા હતા