મારો અવાજ ન્યુઝ,
વડનગર નદિઓળ પ્રાથમિક શાળામાં બાળકોના પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળા પ્રવેશોત્સવ વડનગર નદીઓ પ્રાથમિક શાળામાં આજ રોજ વિદ્યાર્થીઓ ને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણા જીલ્લા પંચાયત નાં કારોબારી ચેરમેન હરીભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર ઘેમરજી ઠાકોર શાળાનાં આચાર્યશ્રી અરવિંદભાઈ પરમાર તથા વાલીઓ તેમજ શાળાનાં સ્ટાફ સહિત સર્વે એ હાજરી આપી.
