મારો અવાજ,
અમદાવાદ ખાતે અર્ચનાબેન ઠાકર ઉપાધ્યક્ષ, પ્રદેશ મહિલા મોરચા અને હિરલબેન દેસાઈ એ એવા કાર્યક્રમ નું આયોજન કર્યું જેથી સોનામાં સુગંધ ભળી.
ગુજરાત પ્રદેશ ભાજપ ની બંને મહિલાઓ એ અમદાવાદ ખાતે નવી મતદાતા મહિલા ઓ ને ફિલ્મ બતાવી સદસ્યતા અભિયાન માં જોડી અને બહેનો ને ફિલ્મ બતાવી ઉત્સાહ વધારતા અર્ચનાબેન ઠાકર અને હિરલબેન દેસાઈ
ગુજરાતના ઈતિહાસના ભુલાયેલા વીરાંગના નાયિકા દેવી
ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવી નું બહેનો માટે અમદાવાદ ખાતે સિટી ગોલ્ડ સિનેમા માં ફ્રી શો નું આયોજન આ અવસરે પૂર્વ ધારાસભ્ય શ્રી માયાબેન કોડનાની જી ની વિશેષ ઉપસ્થિતિમાં અર્ચના ઠાકર ઉપાધ્યક્ષ, પ્રદેશ મહિલા મોરચા અને પોલિસી એન્ડ રિસર્ચના પ્રદેશ સભ્ય હિરલબેન દેસાઈ દ્રારા કરવામાં આવ્યું.
આ સાથે ૧૨૫ બહેનો ભાજપાનું સદસ્યતા અભિયાન સાથે જોડી ભારતીય જનતા પક્ષના સદસ્ય બનાવી નવી પહેલ અને નવો રાહ ચીંધ્યો હતો ભારત વર્ષના ઇતિહાસમાં અનેક વીર, વીરાંગનાઓ માતૃભૂમિના રક્ષણ કાજે પ્રાણની આહુતી આપી ચૂક્યા છે. ગુજરાતની ભૂમિ પર જન્મેલી અને ભુલાયેલી વિરાંગના નાયિકા દેવી. નાયિકા દેવી ના જીવન પર બનેલુ ગુજરાતી ચલચિત્ર આજની યુવા દીકરીઓ તથા નારી શક્તિ માટે મફત શો નું આયોજન અર્ચનાબેન ઠાકર તથા હિરલબેન દેસાઈ દ્વારા અમદાવાદ ખાતે સીટી ગોલ્ડ સિનેમામાં કરવામાં આવ્યું. આ સમયે આધુનિક સમયની સ્ત્રી શક્તિરૂપ પૂર્વ ધારાસભ્ય શ્રીમતી માયાબેન કોડનાની, ડૉ ધર્મિષ્ઠાબેન બારોટ પોલિસી એન્ડ રિસર્ચ ના સભ્ય અને મહિલા મોરચાની બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા.
યંગ જીન્સ આજની યુવા દીકરીઓ તથા બહેનોએ ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને ખૂબ આતુરતાથી રસપૂર્વક નિહાળ્યું અને જ્યાં જ્યાં નાયિકા દેવી દ્વારા વીરતા દાખવવામાં આવી ત્યારે બહેનો ખુશ થઈ હર હર મહાદેવ, ભારત માતાકી જય ના નારા સાથે જોમ અને જુસ્સાનું પ્રદર્શન થયું. હાલના સમયમાં દરેક સ્ત્રીએ જરૂર પડે ત્યારે ધર્મ અને સમાજ માટે નાયિકા દેવી જેવી વીરતા બતાવવી જ જોઈએ તે વિચાર સાથે બહેનો ખૂબ ખુશી સાથે છૂટી પડી. હિરલબેન પી દેસાઈ એ વડનગર ના વતની છે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માદરે વતન વડનગર ની ભુમી માંથી આવતા હોય એક પછી એક શાનદાર પ્રોગ્રામ કરી કાર્યકર્તા બહેનો નો ઉત્સાહ વધારી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે હિરલબેન દેસાઈ નું એક જ લક્ષ અને એક જ ધ્યેય પોતાનો પરિવાર એટલે ભાજપ પરિવાર