મારો અવાજ,
ખેરાલુ તાલુકાના પાન્સા ગામમાં દેવીપૂજક સમાજની મીટીંગ કરવામાં આવી. દાનવીર આલોકરાય અને તેમની ટીમ દ્વારા ગામે ગામ ડોર ટુ ડોર ફરીને લોકોને આત્મનિર્ભર બનવાની વાત સમજાવવામાં આવી રહી છે. તે અંતર્ગત દેવીપુજક સમાજને ધંધા રોજગાર માટે જે પણ સાધન સામગ્રીની જરૂર હોય તે આપવામાં આવશે તેવી પણ વાત સમજવામાં આવી હતી. દેવીપૂજક સમાજ સહિત અન્ય સમાજને પણ જે પણ ધંધા રોજગાર માટે જે પણ જરૂર સામગ્રીની જરૂર હશે તેનું સર્વે કરી આપવામાં આવશે તેવું મુકેશભાઈએ જણાવ્યું હતું. આ મિટિંગમાં મુકેશભાઈ ઓડ, શૈલેષભાઈ, ચિરાગભાઈ ગૌ રક્ષક અને તેમની ટીમ હાજર રહી હતી. આ કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ શ્રીમાળીએ કર્યું..આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા હતા.
