મારો અવાજ,
વડનગર નગરપાલિકા વિસ્તારમાં આવતા દાય તળાવ પાસે સુલતાનપુર રોડ ગણેશવાસ ના રોડનું ખાત મૂહુર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો.તેમજ વડનગર સિવિલ હોસ્પિટલ પાસે એસટી સ્ટેન્ડ બનાવવા નગરસેવકોની રજૂઆત બાદ સાંસદી ₹4 લાખની ગ્રાન્ટ ફાળવી છાત્રો અને દર્દીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. વડનગર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પાસે બસ સ્ટેન્ડ ન હોવાના કારણે દર્દીઓ તેમજ છાત્રો સહિત ને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જે અંગે નગરસેવક ગીરીશભાઈ પટેલ અને બાંધકામ સમિતિના ચેરમેન ગેમરજી ઠાકોરે રજૂઆત કરી હતી ત્યારબાદ સાંસદ સભ્ય શારદાબેન પટેલે ગ્રાન્ટ ફાળવી હતી. તેમજ ઊંઝાના ધારાસભ્ય સ્વ. ડોક્ટર આશાબેન પટેલની ગ્રાન્ટમાંથી વડનગર ગણેશવાસ ધારપુર શેખપુર સુધી 4.50 km અને દાય તળાવથી વેઝોડી સુલતાનપુર રોડને જોડતા ચાર કિમીના માર્ગ માટે ગ્રાન્ટ ફાળવાઈ છે. તેમજ રોડનું ખાતમુહૂર્ત અને વડનગર સિવિલ હોસ્પિટલની સામે નવીન પીકઅપ બસ સ્ટેન્ડનું ભૂમિ પૂજન મહેસાણા લોકસભા વિસ્તાર ના માન.સાસદ શ્રીમતિ શારદાબેન પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યુ.
આ કાર્યક્રમ માં શારદાબેન પટેલ, જૈમીનભાઇ પટેલ, કમલભાઈ પટેલ, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, વડનગર નગરપાલિકા પ્રમુખ જાગૃતીબેન વ્યાસ વડનગર નગરપાલિકા ઉપપ્રમુખ કાનાજી ઠાકોર, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કલાજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી, નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન ગેમરજી ઠાકોર, કનુભાઈ દેસાઈ, ગીરીશભાઈ પટેલ, સાગરભાઇ દેસાઈ, સહિત
મંડલમા રહેતા પ્રદેશના, જીલ્લા ના હોદેદારો, સભ્યો તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો,વડનગર નગરપાલિકા ના તમામ હોદેદારો, સદસ્યો, સંગઠનનાં કારોબારી સભ્યો,મોરચા ના હોદેદારો, સભ્યો, શક્તિ કેન્દ્ર ના ઈનચાર્જ /પ્રભારીશ્રીઓ અને નગરપાલિકા ના તમામ હોદ્દેદારો અને સદસ્યો,બુથ ના પ્રમુખો,આઈ.ટી.સેલ અને મીડિયા સેલના કનવીનરો અને સિનિયર કાર્યકર્તા ઓ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
