મારો અવાજ,
સતલાસણા તાલુકાની ખોડામલી ગ્રામ પંચાયત મા સરપંચ અને તલાટીની મિલી ભગતથી ખોડામલી ગામમાં ગટર લાઈનનું કામ માર્ચમાં કોન્ટ્રાક્ટર પાસે કરાવવામાં આવ્યું હતું. આમ જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આ કામ કરાવીને બિલની ચુકવણી કદાચ થઈ ગઈ હશે અને આ કામ દરમિયાન ટીડીઓની વિઝીટ પણ ના થઈ હોય અને પેમેન્ટ ચૂકવાઇ ગયું હશે આક્ષેપો ગામ લોકોએ લગાવ્યા હતા. આમ ખોડામલી ગામમાં ગટરલાઇના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેમ ગામના જાગૃત નાગરિક અલ્પેશભાઈ જોશીના ધ્યાનમાં આવ્યું હતું. પૂરા થઈ ગયેલા ગટર ના કામમાં ગટર ઉપર તિરાડ તેમજ તૂટી ગયું છે તો કેટલીક જગ્યાએ મસ મોટા ગાબડા પણ પડી ગયા હોવાથી આ ગટર લાઈના કામમાં કેટલા રૂપિયાનું ખર્ચ થયો હશે અને કેટલા રૂપિયા તાલુકા પંચાયત કચેરીઓના ટેબલ ઉપર ચુકવાયા હશે તે એક શંકા નો વિષય છે હવે એ જોવાનું રહ્યું કે પંચાયત પ્રમુખ મનિષાબેન પટેલ અને તેમની ટીમ આ ગામમાં શું ન્યાય કરે છે અને આ કામમાં થયેલ ગેરરીતી પર કંટ્રોલ કરશે કે નહીં તે સમય જ બતાવશે. ટીડીઓ કે ડીડીયો આ અંગે તપાસ કરે તેવી ખોડામલી ગામના લોકો ની માંગ…
