મારો અવાજ,
ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ 1993 થી અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો ઓબીસી માટે 10% બેઠકો અનામત રહેશે નહીં. રાજ્ય ચૂંટણી આયોગના સચિવે તમામ જિલ્લા કલેકટરોને શનિવારે આ સંદર્ભે પત્ર લખ્યો હતો જેમાં ગ્રામ પંચાયતોમાં ઓબીસી રિઝર્વ બેઠકો ને સામાન્ય બેઠક જાહેર કરીને ચૂંટણી જાહેરનામા સંબંધિત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે આયોગના સચિવ જી.સી બ્રહ્મભટ્ટની સહી થી મોકલાયેલો આદેશ સોમવારે રાજ્યભરમાં એક પછી એક કલેકટરની ચૂંટણી શાખાઓમાં ખુલતા જ અધિકારીઓ સ્તબ્ધ થઈ ઉઠ્યા હતા. આ નિર્ણયની સત્યતા ચકાસવા રાજ્ય ચૂંટણી આયોગમાં વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી. ગુજરાતમાં 8 -9 મહિનાથી ગ્રામ પંચાયતોની ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી છે તેવામાં આ નિર્ણયના અમલથી ગ્રામ પંચાયતોમાંથી ઓબીસીનો એકડો કાઢી દેવાતા વહીવટી તંત્રમાં તેના અમલને લઈને હો હા મચી છે બે મહિના અગાઉ 27મી એપ્રિલે પંચાયત વિભાગે લગભગ 2200 થી વધુ ગ્રામ પંચાયતોમાં વહીવટદાર મૂકવા આદેશો કર્યા હતા. ગત વર્ષ 2021 ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી રિઝર્વેશનના અમલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી આ કેસમાં સુપ્રીમે 19 જાન્યુઆરી 2022 ના રોજ દેશના તમામ રાજ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી રિઝર્વેશન નું પ્રમાણ, બેઠકનું પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી એક કમિશન રચીને વસ્તીને આધારે માપદંડો નિયત કરવા આદેશ કર્યો હતો. જોકે તે આદેશના છ મહિના સુધી ગુજરાત સરકારે કોઈ જ કાર્યવાહી કરી નહીં અને છેવટે રાજ્ય ચૂંટણી આયોગે 10% ઓબીસી રિઝર્વ રહેલી મહિલા અનામત સહિતની તમામ બેઠકોને સામાન્ય બેઠક તરીકે વર્ગીકૃત કરીને ચૂંટણી જાહેરનામાં પસિદ્ધ કરવા આદેશ કર્યો છે.
આયોગના સચિવે બ્રહ્મભટ્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ સુરેશ મહાજન વિરુદ્ધ સ્ટેટ 10 મે 2022 ના રોજ બીજો ચુકાદો આપ્યો હતો જેમાં જે સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કરવા પાત્ર થાય છે તે સંસ્થાઓ માટે પછાત વર્ગ આયોગના અહેવાલને રાહ જોયા વગર જે તે સંસ્થા માટે ઓબીસી અનામત બેઠકોને સામાન્ય ગણીને તાત્કાલિક અસરથી ચૂંટણી કાર્યક્રમ આપવા કહ્યું છે જે બધા રાજ્યોની સરકાર અને ચૂંટણી આયોગ ને લાગુ પડે છે 20 પાનાના આ ચુકાદાની નકલ પણ કલેકટરોને મોકલી છે
સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2022 માં ઓબીસી કમિશન મારફતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામતનું પ્રમાણ માપદંડો નક્કી કરવા કહ્યું હતું જોકે તેના છ મહિના સુધી આ દિશામાં કાર્યવાહી થઈ નથી અને આ મુદ્દા પર પૂછપરછ કરવામાં આવતા આયોગે અમે તો સરકારને લખીને મોકલ્યું હતું આ વિષય તો સરકારનો છે આમ જણાવીને પોતાનો બચાવ કર્યો હતો