મારો અવાજ,
ખેરાલુ તાલુકાના લીમડી ગામમાં ભારે વરસાદનાં કારણે ખેતરોમાં પાણી ભરાયા..
એક ખેડૂતનાં બાજરી વાવેલ ખેતરમાં પાણી ભરાતા મોટુ નુકસાન… ખેરાલુ તાલુકાના લીમડી ગામમાં ભારે વરસાદનાં કારણે ખેતરોમાં પાણી ભરાયા..[/ca
છેલ્લા 24 કલાકમાં 5 જિલ્લામાં વરસાદની સ્થિતિ
મહેસાણા જિલ્લો : સતલાસણામાં 1 ઇંચ, ઊંઝામાં 6 મીમી, ખેરાલુમાં 5 મીમી, મહેસાણામાં 3 મીમી, બહુચરાજી અને વિસનગરમાં 2-2 મીમી
પાટણ જિલ્લો : સિદ્ધપુરમાં 8 મીમી, સરસ્વતીમાં 3 મીમી, ચાણસ્મા અને પાટણમાં 1-1 મીમી
બનાસકાંઠા જિલ્લો : અમીરગઢમાં પોણો ઇંચ, દાંતામાં 9 મીમી, ધાનેરા અને થરાદમાં 5-5 મીમી, વડગામમાં 3 મીમી, વાવ અને પાલનપુરમાં 2-2 મીમી, દાંતીવાડા અને કાંકરેજમાં 1-1 મીમી
સાબરકાંઠા જિલ્લો : વડાલીમાં અડધો ઇંચ, વિજયનગરમાં 8 મીમી, ઇડર 7 મીમી, ખેડબ્રહ્મા 5, પોશીના 2 મીમી, હિંમતનગરમાં 1 મીમી
અરવલ્લી : ભિલોડામાં 5 મીમી, મોડાસા 2 મીમી, મેઘરજમાં 1 મીમી..